વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના પેંઢરદેવી ગામની પ્રાથમિક શાળામાં આજે સિલધા અને પેંઢરદેવી ગામના 83 અરજદારોને વન અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન જમીન અધિકાર પત્ર મેળવ્યા બાદ આ તમામ અરજદારો જંગલની આપેલી જમીનમાં ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકશે. વર્ષોથી જંગલ જમીનમાં ખેતીકામ કરીને કામગીરી કરતા ખેડૂતોને જમીન અધિકાર પત્ર આપી દેવાતા હવે ખેડૂતોને જમીન મળી છે.
કપરાડામાં 83 ખેડૂતોને જમીન અધિકાર પત્રનું વિતરણ કરાયું - valsad district news
કપરાડા તાલુકામાં ગ્રામીણ કક્ષાના ખેડૂતોને જંગલની જમીનમાં ખેતી કરવા માટે અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તાલુકાના 70 ગામમાં મંજૂર થયેલી 14,000 અરજીઓમાંથી ખેડૂતોને જમીન અધિકાર પત્ર આપવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષી આજે મંગળવારે કપરાડા તાલુકાના પેંઢરદેવી ગામની પ્રાથમિક શાળામાં 83 અરજદારોને વન અધિકાર પત્રનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ મામાલતદાર, TDO અને માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કપરાડામાં 83 ખેડૂતોને જમીન અધિકાર પત્રનું વિતરણ કરાયું
નોંધનીય છે કે, કપરાડા તાલુકામાં 14,000 વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે જે પૈકી હાલ દરેક ગામોમાં પહોંચીને આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા બેન, બબલુભાઈ ચૌધરી, મંગુભાઈ, ભગવાન બાતરી, સિલધા સરપંચ સકરામભાઈ, તાલુકા પંચાયત સભ્ય મીનાબેન, TDO અને મામલતદાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.