ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3-3 દિવસ સુધી પડ્યા રહે છે કોરોના સંક્રમિત મૃતદેહો - corona case

કોરોનાના બીજા રાઉન્ડમાં મહામારીએ માજા મૂકી છે. એક તરફ હોસ્પિટલમાં દવા, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની સુવિધા નથી. તો, બીજી તરફ કોરોનાના મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે પૂરતા સ્મશાન નથી. માનવતા નેવે મુકાઈ હોવાનો અફસોસ મૃતદેહોને અંતિમધામ પહોંચાડતી સેવાભાવી સંસ્થાઓ કરી રહી છે. જુઓ ETV Bharatનો વિશેષ અહેવાલ

વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો
વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો

By

Published : Apr 13, 2021, 7:11 PM IST

Updated : Apr 14, 2021, 12:29 PM IST

  • વલસાડ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર
  • હોસ્પિટલોમાં પૂરતી સુવિધા નથી
  • કોવિડ મૃતદેહો માટે પૂરતા સ્મશાન નથી
  • કોવિડ મૃતદેહને લઈ જવા બેફામ ભાડું વસુલે છે

વલસાડઃ જિલ્લામાં એક તરફ કોરોનાને લઈને કલેક્ટર મૃતદેહો સલામત હોવાના બણગાં ફૂંકી રહ્યાં છે. જયારે બીજી તરફ કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરવા માટે સ્મશાનની અછત છે તેમ સામાજિક સંસ્થાના પ્રમુખનું કહેવું છે. બીજા રાઉન્ડમાં 30થી વધુ મૃતદેહોને અંતિમધામમાં કે કબ્રસ્તાનમાં દફનાવી ચૂકેલી સેવાભાવી સંસ્થાએ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દવા, સારવાર, બેડ નથી તો, મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર માટે પૂરતા સ્મશાન પણ નથી. વલસાડ જિલ્લામાં કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવા કે કબ્રસ્તાનમાં દફનાવવા માટે વાપીની જમીયતે ઉલેમાએ હિન્દ વાપી સંસ્થાના સભ્યો 24 કલાક સેવા આપી રહ્યા છે. ત્યારે હાલના કોરોનાના બીજા રાઉન્ડમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાનું સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાંને ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો

હોસ્પિટલોમાં 3 કે 4 દિવસ સુધી મૃતદેહ પડ્યા રહે છે

ઇન્તેખાબ ખાને અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે વલસાડ સિવિલમાં કે અન્ય કોવિડ હોસ્પિટલોમાં મૃતદેહો લેવા જઈએ છીએ, ત્યારે ખૂબ દુઃખ થાય છે. કેમ કે હોસ્પિટલોમાં 3 કે 4 દિવસ સુધી કોવિડ મૃતદેહો પડેલા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃજામનગર આદર્શ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહોની લાંબી કતારો

સરકારી રિપોર્ટ અને સ્મશાનના રિપોર્ટ મેચ થતા નથી

સરકારી રિપોર્ટમાં એક પણ મૃત્યુ નહિ નોંધાયાનું અથવા તો એક કે 2 મોત થયા હોવાની વિગતો આવે છે. જ્યારે તેઓ રોજના 5થી વધુ મૃતદેહોને જે તે સ્મશાન કે કબ્રસ્તાનમાં દફનાવે છે. હોસ્પિટલોમાં દર્દીઓના મોત બાદ સગા-સબંધીઓના મૃતદેહો મેળવવા માટે ધમપછાડા કરે છે. તેમ છતાં તેમને મૃતદેહો આપતા નથી.

વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો

કોવિડ મૃતદેહને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા મનાઈ ફરમાવે છે

કોવિડ મૃતદેહ માટે પણ વાપી, પારડી, ઉદવાડામાં અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં સુવિધા છે. વાપીના નામધા સહિતના અન્ય સ્મશાનગૃહમાં કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવા દેવામાં આવતા નથી. અમે અમારી નિઃશુલ્ક સેવા આપવા તૈયાર છીએ, પરંતુ તે માટે જોઈએ તેવી સહાય કે સુવિધા મળતી નથી.

હોસ્પિટલમાં દર્દીઓને ખાવાનું પણ નથી મળતું

હોસ્પિટલમાં દર્દીઓને પૂરતું ખાવાનું અપાતું નથી. તે માટે પણ અન્ય સામાજિક સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ ઇન્તેખાબ ખાને ETVના માધ્યમથી કરી હતી. કોરોનાના બીજા રાઉન્ડમાં એક સપ્તાહમાં જ ઇન્તેખાબની ટીમે 11 જેટલા મુસ્લિમ મૃતદેહોને દફનાવ્યાં છે. 22 જેટલા મૃતદેહોને સ્મશાનમાં અગ્નિસંસ્કાર આપ્યા છે.

વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો

સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે 2000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે

ઇન્તેખાબ ખાને આક્ષેપ કર્યા હતા કે, એક તરફ હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી. ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત વર્તાઈ રહી છે. જ્યારે બીજી તરફ આવા અભાવને કારણે દર્દીઓ જો મોતને ભેટે છે, તો તેને સ્મશાન પણ નસીબ થતા નથી. તે માટે એમ્બ્યુલન્સમાં કોવિડ મૃતદેહ સાથે રઝળપાટ કરવો પડે છે. સ્મશાનમાં ફી પેટે 2000 રૂપિયા ચૂકવ્યા બાદ ખુશીથી 500, 1000 રૂપિયા વધુ આપીએ છીએ કે, જેથી બીજીવાર કોઈ કોવિડ મૃતદેહ લઈને આવીએ તો તેની અંતિમવિધિમાં અડચણ ના આવે.

આ પણ વાંચોઃકોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક

એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહો લાવી અગ્નિસંસ્કાર કરવા પડી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, કોવિડ મૃતદેહોને હોસ્પિટલમાંથી સ્મશાન સુધી લઈ જવા કેટલાક વાહનચાલકો પણ 10હજાર કે 20હજારનું ભાડું વસુલે છે. જેને કારણે સેવાભાવી સંસ્થાની એક એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહો લાવી અગ્નિસંસ્કાર કરવા પડી રહ્યા છે. ત્યારે માનવતાની દ્રષ્ટિએ પણ લોકો અને વહીવટીતંત્ર આગળ આવે તે જરૂરી હોવાની આજીજી ઇન્તેખાબ ખાને કરી હતી.

વલસાડમાં કોરોનાના મૃતદેહો માટે સ્મશાનનો અભાવ, હોસ્પિટલમાં 3 દિવસ પડી રહે છે મૃતદેહો

કોવિડ મૃતદેહો બાદ ગામમાં કોરોનાનો ચેપ લાગી શકે છે

વલસાડ કલેકટર આર.આર.રાવલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાલુકામાં મૃતદેહોને લઈને જ્યાં પણ નાના મોટા ઇસ્યુ સામે આવી રહ્યા છે. તેને સામાજિક સંસ્થાની મદદથી ઉકેલવામાં આવે તેવી સૂચના આપી છે. જ્યારે કોવિડ મૃતદેહો માટે કેટલાક ગ્રામ્ય વિસ્તારોના સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવતા નથી, તે વાતને સમર્થન આપી જણાવ્યું હતું કે, આ અંગે ગ્રામ્ય વિસ્તારમાં ગેરસમજ પ્રસરી રહી છે કે, કોવિડ મૃતદેહો બાદ ગામમાં કોરોનાનો ચેપ લાગી શકે છે. જો કે આ ભ્રામક ખ્યાલ છે.

મૃતદેહો કોરોનાના પ્રોટોકોલ મુજબ સ્મશાનમાં મોકલવામાં આવે છે

મોતના આંકડા અંગે જણાવ્યું હતું કે, સરકારી વિભાગ જે આંકડા આપે છે, તે કોવિડના કારણે થયેલા મોતના આપે છે. જ્યારે અન્ય દર્દીઓ કોરોના પોઝિટિવ નહિ પણ અન્ય કારણોસર મોતને ભેટે છે. એટલે એવા મૃતદેહો કોરોનાના પ્રોટોકોલ મુજબ સ્મશાનમાં મોકલવામાં આવે છે. અને તે પ્રોટોકોલ અપનાવવો જરૂરી છે. જ્યારે હોસ્પિટલમાં 3 દિવસ સુધી મૃતદેહો પડ્યા રહેતા હોવાના આક્ષેપ અંગે ઈન્કાર કરી, આ અંગે સિવિલ સર્જન જ વધુ વિગતો આપશે તેવું જણાવ્યું જતું. જ્યારે ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અંગે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સુવિધા છે. પરંતું પ્રાઇવેટ હોસ્પિટલોએ વ્યવસ્થા જાતે કરવાની હોવાથી આ તકલીફો હોવાનુ સામે આવ્યું છે. એ ઉપરાંત કોરોનાના કેસ વધતા તાલુકા મુજબ 100-100 બેડની વધારાની વ્યવસ્થા કરી હોવાની જાણકારી આપી હતી.

Last Updated : Apr 14, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details