સ્મશાન ન હોવાથી અગ્નિસંસ્કાર માટે હાલાકી વલસાડ:કાકડમટી ગામે પારેશ્વર ફળિયામાં રહેતા અનેક લોકોને ચોમાસા દરમ્યાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાવલી ખનકી ઉપર બનેલ કોઝવે ધોવાઇ જતા સ્થિતિ વણસી છે. કારણ કે જો કોઈ ઘરમાં કોઈ સ્વજનું મોત થાય તો સ્મશાન સુધી પહોચવા માટે નદી પાર કરી સ્મશાન સુધી જવાની ફરજ પડે છે અને ડાઘુઓ દ્વારા નનામીને ખનકીના પાણીમાં ઉતારીને લઇ જવાય છે. આજે પણ એવી જ ઘટના સામે આવી છે.
પાણીમાંથી પસાર થવાનો વારો: આર્થિક રીતે પગભર હોય એવા પરિવારના સભ્યમાં જો કોઈનું મૃત્યુ થાય તો ચોમાસા દરમ્યાન કાકડમટી ગામના લોકો ક્યાં તો ધરમપુર અથવા તો પંચાલાઈ ગામે આવેલા સ્મશાન ભૂમિ સુધી અંતિમ વિધિ કરવા લઇ જવામાં આવે છે. આર્થિક તંગી ધરાવતા પરિવારની સ્થિતિ નબળી હોય તો નનામી પાણીમાં ઉતારીને જ લઇ જવાની ફરજ પડે છે.
" પાર નદી કિનારે ગામની સ્મશાન ભૂમિ છે પરંતુ ભૌગોલિક સ્થિતિ એવી છે કે કાવલી ખનકી નદીને જ્યાં મળે છે તેના સામે પાર સ્મશાન ભૂમિ હોવાથી ખનકી ઓળંગીને અંતિમ વિધિ કરવા જવું પડે છે. અગાઉ હી કોઝવે બન્યો હતો પણ પાળા ધોવાઇ જતા તે હવે ઉપયોગમાં રહ્યો નથી." - અરવિંદભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ, કાકડમટી
બ્રિજ બનાવવા માંગ: કાકડમટી ગામે પાર નદીના કિનારે બનેલા સ્મશાનમાં અંતિમ વિધિ માટે માત્ર કાકડમટી જ નહિ આસપાસના અન્ય ગામના લોકો પણ અંતિમ વિધિ માટે આવે છે. જેમાં કચીગામ અને વેલવાચ ગામના લોકો પણ અંતિમક્રિયા માટે અહી આવે છે. આમ માત્ર 2500 લોકો જ નહિ પરંતુ આસપાસના ગામના મળીને 3000 લોકો માટે પાર નદી ઉપરનું સ્મશાન અંતિમ સંસ્કાર માટે જરૂરી છે. લોકોની માંગ છે કે કાવલી ખનકી ઉપર બ્રીજ બનાવવામાં આવે
- Rajkot Rain: રાજકોટમાં મેઘમહેર, ફોફળ ડેમ ઓવરફ્લો, ભાદર-2 ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા
- India Rain Update: ઉત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહી, હિમાચલ સૌથી વધુ પ્રભાવિત, દિલ્હીમાં જુલાઈમાં વરસાદનો 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો