ગુજરાત

gujarat

ETV Bharat / state

મજૂરનો હાથ ઓવરહેડ ઇલેક્ટ્રિક તારને અડી જતા થયું મોત - Gujarat

વલસાડઃ કપરાડા તાલુકાના બાલચોંડી ગામે દમણથી ઈંટ ભરવા માટે આવેલા એક ટ્રક ઉપર પાવડો લેવા ચડેલા યુવકનો હાથ ટ્રકની ઉપરથી પસાર થતી વિજલાઈનને અડી જતા તેનું કરંટ લાગતા મોત થયું હતું. ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

vld

By

Published : Apr 29, 2019, 5:01 PM IST

કપરાડા તાલુકાના બાલચોંડી ગામે આજે સવારે ટ્રક નંબર GJ 15 U U 3709 લઇને ઈંટ ભરવા માટે યોગેશ ભાઈને ત્યાં આવ્યા હતા. જોકે માર્ગ ઉપર વાહન વધી જતા ટ્રક ચાલક અને અન્ય મજુરો રોડ ખુલ્લો કરવા માટે નીચે ઉતર્યા હતા. તે સમયે ટ્રક ઉપર મજુરી કામ કરતો યુવક વિલાસ પ્રકાશ કડું (ઉંમર 25) ટ્રકની કેબીન ઉપર પાવડો લેવા માટે ચડ્યો હતો અને પાવડો ઉંચો કરીને નીચે ઉતરે તે પહેલા પાવડાવાળો હાથ ટ્રકની ઉપરથી પસાર થઇ રહેલી વીજલાઈનને અડી જતા કરંટ લગતા વિલાસનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

મજૂરનો હાથ ઓવરહેડ ઇલેક્ટ્રિક તારને અડી જતા કરંટ લાગતા મોત

ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સના મેડીકલ ઓફિસરે વિલાસની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણકારી મળતા નાનાપોઢાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details