વાપીઃ વડાપ્રધાન મોદીએ રવિવારે 22 માર્ચના કોરોના વાઇરસના પડકારને પહોંચી વળવા જનતા કરફ્યૂની અપીલ કરી છે, ત્યારે આ પ્રકારના તકેદારીના પગલાંથી કોરોના વાઇરસ સામે કઈ રીતે મુકાબલો કરી શકાય તે અંગે વાપીના હરિયા હોસ્પિટલના સિનિયર ફિઝિશયન ડૉ.એસ.એસ.સિંઘે જણાવ્યું હતું કે, આ એક મેડિકલ સાયન્સ છે. કારણ કે, કોઈપણ વાઇરસ અમુક કલાકો જ જીવતો રહેતો હોય છે, ત્યારે કોરોના વાઇરસ વ્યક્તિથી વ્યક્તિને ચેપ લગાડે છે. જો લોકો એકબીજાના સંપર્કમાં ના આવે તો તેનાથી આ વાઇરસ સામે જંગ જીતી શકાય છે.
જાણો, જનતા કરફ્યૂનું મેડિકલ સાયન્સ - વાપી ન્યૂજ
કોરોના વાઇરસને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશમાં જનતા કરફ્યૂનું એલાન કર્યુ છે. જેને સહકાર આપતા લોકો કોરોનાથી બચવાના પ્રયાસો કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ જનતા કરફ્યૂનું મેડિકલ સાયન્સ.
કોરોના વાઇરસનું આયુષ્ય લગભગ 12 કલાકનું હોવાનું પૂરવાર થયું છે. એટલે આ જનતા કરફ્યૂ 14 કલાકનો રાખવામાં આવ્યો છે. જો લોકો તેનું પાલન કરશે તો આપણે આ મહામારી સામે જીત મેળવી શકીશું. આ ઉપરાંત ડૉ.એસ.એસ.સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ અંગે લોકોમાં ભય છે. સોશિયલ મીડિયામાં તેનો ભય ફેલાવવામાં આવે છે પણ તેનાથી સતર્ક રહેવું પણ જરૂરી છે. જનતા કરફ્યૂ એક રીતે લોકોને પોતાના ઘરમાં જ આઇસોલેટ કરવાનો સાયન્ટિફિક ઉપાય છે. જો લોકો આ રીતે 10થી 15 દિવસ પોતાનું ધ્યાન રાખશે તો આ મહામારીને ચોક્કસ અટકાવી શકીશું.