- ચૈત્રી નવરાત્રી છે માતાજીની આરાધનાના શ્રેષ્ઠ દિવસો
- માતાજીના 16 સ્વરૂપની પણ થાય છે કુળદેવીરૂપે પૂજા
- 64 યોગીની સ્વરૂપો આપે છે કર્મના ફળ મુજબ આશિર્વાદ
વાપી: ચૈત્રી નવરાત્રીમાં માતાજીની પૂજા, ઉપવાસ, હવન અંગે ETV Bharat દ્વારા વાપીના જાણીતા આચાર્ય રજનીકાંત જોશીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં માતાજીની આરાધના સાથે માતાજીના 16 સ્વરૂપ અને કર્મ મુજબ ફળ આપનારી 64 યોગીનીઓ વિશે આચાર્ય રજનીકાંત જોશીએ વિસ્તૃત માહિતી આપી હતી.
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીમાં કરો આ રીતે માતાજીની આરાધના
માંગલિક પ્રસંગોમાં ષોડશમાતાજીનું પૂજન અર્ચન થાય છે
આ અંગે આચાર્ય રજનીકાંત જોશીએ જણાવ્યું હતું કે, માતાજીના અનેક સ્વરૂપો છે. જેનું અનેક રીતે પૂજન થતું આવ્યું છે. તેમાં માતાજીના 16 સ્વરૂપનો પણ મહિમા છે. માતા પાર્વતીજીએ શિવને પ્રાપ્ત કરવા તપ કર્યું હતું. ત્યારે માતા પાર્વતીની 16 સખીઓ હતી. અલગ અલગ સમાજમાં આ ષોડશમાતાજીનું પૂજન અર્ચન થાય છે. માંગલિક પ્રસંગોમાં પૂજનિય આ માતાજીઓ હિન્દુ સમાજના અલગ અલગ સમાજમાં કુળદેવી સ્વરૂપે પૂજાય છે. જે ઔન્સ સ્વરૂપે સમાજને માર્ગદર્શન આપતા આવ્યા છે.