ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ સાંસદ કિશન પટેલે ચૂંટણીમાં પાર્ટી વિરોધી કાર્ય કર્યું હોવાથી મેં રાજીનામું આપ્યું: જીતુ ચૌધરી - bjp

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું હતુંં. સાંસદ કિશન પટેલના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, કિશન પટેલે જીતુ ચૌધરીના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા.

jitu chaudhari
જીતુભાઇ ચૌધરી

By

Published : Jun 5, 2020, 4:12 PM IST

વલસાડઃ ગરૂવારે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપીને અનેક ચર્ચા જગાવી છે. તેમને કોઈ પણ કાર્યકર્તાને જાણ કર્યા વિના અચાનક રાજીનામુ આપી દીધું હતું, જેથી અનેક સવાલો ઉઠ્યા છે.

શુક્રવારે તેમણે રાજીનામુ આપવા પાછળ કોંગ્રેસના પૂર્વ સાંસદ કિશન પટેલ પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, ગત ચૂંટણીમાં તેમને પાર્ટી વિરોધી નીતિ આપનાવી હતી. આ બાબતને કિશન પટેલે તદ્દન પાયા વિહોણી ગણાવી હતી. કિશન પટેલે જણાવ્યું કે, જનારા ભલે જાય પણ બીજાને બદનામ કરીને જવું એ યોગ્ય નથી.

સાંસદ કિશન પટેલના કારણે રાજીનામું આપ્યું

આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુરૂવારે કોંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ (કરજણ) અને જીતુ ચૌધરી(કપરાડા)એ રાજીનામુ આપી દીધું હતું. જેની પાછળ તેમને કિશન પટેલ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, તેમને ચૂંટણી દરમિયાન પાર્ટી વિરોધી નીતિ અપનાવી હતી. મતદાનના દિવસે તેમને એક પ્રેસનોટ જાહેર કરી હતી. સમગ્ર વિસ્તાર નારાજ છે તેવો ખોટો મેસેજ પ્રસારિત કર્યો હતો, અને જેને પગલે તેમને AICCમાં ફરિયાદ પણ કરી હતી. જો કે, આ બાબતે કોઈ પગલાં ન લેવાતા આખરે તેમને પાર્ટીની આ નીતિથી કંટાળીને રાજીનામુ આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

બીજી તરફ માજી સાંસદ કિશન પટેલે જીતુભાઇના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. ઉલ્લેખનીય કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાં બાદ થયેલા આક્ષેપોને કારણે ફરી કોંગ્રેસની કામગીરી અને માજી સાંસદ કિશન પટેલ વિવાદના ઘેરામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details