વલસાડઃ નગરપાલિકાના હાલ ભાજપનું શાસન છે, તેમજ આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સોમવારના રોજ વલસાડ પાલિકાના રાજીવ ગાંધી સભાખંડમાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ભાજપ તરફ રજૂ કરવામાં આવેલા મેન્ડેડમાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર 10ના સભ્ય કિન્નરીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ ભંડારીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં દરેક સભ્યો એ ટેકો જાહેર કર્યો હતો. તો જેને લઇને પ્રમુખ-ઉપપ્રમુખની વરણી નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી.
વલસાડ પાલિકાના પ્રમુખ પદે કિન્નરીબેન પટેલ જ્યારે ઉપર પ્રમુખ તરીકે કિરણ ભંડારીની નિમણૂક - Valsad
વલસાડ નગરપાલિકાના આગામી 2.5 વર્ષના ટર્મ માટે નવા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે અનેક નામો ચર્ચામાં હતા, સોમવારના રોજ પાલિકા સભાખંડ ખાતે મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે કિન્નરી બેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે કિરણ ભંડારીની વરણી કરાઈ હતી. જે માટે સભ્યોએ ટેકો જાહેર કર્યો હતો અને સર્વાનુમતે બિન હરીફ બન્નેની નિમણૂક કરાઈ હતી.
જોકે પ્રમુખ બન્યા બાદ કિન્નરી બેનને તમામ સભ્યોએ ફૂલો આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પ્રમુખ પદનું નામ જાહેર થયા બાદ કિન્નરી બેને જણાવ્યું કે તેઓ વલસાડ શહેરની જનતાને દરેક સવલત મળી રહે, શહેર સ્વચ્છ રહે તે માટે તમામ કામગીરીને તેઓ પ્રાથમિકતા આપશે, તેમજ પક્ષ દ્વારા તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે. તેને નિભાવવા માટે સતત અગ્રેસર રહેશે.
નોંધનિય છે કે સોમવારના રોજ આ પ્રસંગે તમામ સભ્યો પાલિકા હોલમાં હાજરી આપી હતી, તેમજ વિપક્ષી સભ્યોએ પણ પ્રમુખ બનેલા કિન્નરીબેનને શુભેચ્છાઓ પાઠવી હતી.