વલસાડ: ભારત સરકાર દ્વારા શીખ ધર્મની પ્રાચીન રમત ગણાતી ગટકા (Sikh game Gatka Gujarat) રમતને ખેલો ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી છે. આ રમત અંગે દમણ- દિવ અને દાદરા નગર હવેલી ગટકા એસોસિએશનના પ્રમુખ અમરજીત સીંગે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભારત સરકારના આદેશ મુજબ અભ્યાસ કરતા બાળકો જ સામેલ થઈ શકે છે. અમે કુલ 16 ખેલાડીઓ (16 players will take part in the Gatka) તૈયાર કરી રહ્યા છીએ, જેમાં 8 કિશોર અને 8 કિશોરી છે. સ્પર્ધામાં તે 3ની ટીમમાં અને દરેક ખેલાડી વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લેશે. હાલ તમામનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને તેમને તાલીમ આપવા ચંદીગઢથી ખાસ કોચની નિયુક્તિ કરવામાં આવી છે.
ગટકા રમતને ભારત સરકાર ઓલમ્પિકમાં સામેલ કરે
આગામી દિવસમાં અલગ અલગ 15 રાજ્યના સ્પર્ધકો આ રમતમાં ચંદીગઢ ખાતે ભાગ લેશે. આ રમતમાં 16 અન્ડર 18 સ્પર્ધકોને તૈયાર કરી મેદાનમાં ઉતારવાનું બીડું દમણ- દિવ અને દાદરા નગર હવેલી ગટકા એસોસિએશને ઝડપ્યું છે. જેનો શનિવારે વાપીમાં આવેલ ગુરુદ્વારા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને તાલીમ આપવા આવેલા કોચ હરવિંદર સીંગે જણાવ્યું હતું કે, આ પ્રાચીન રમત છે. જેને ખેલો ઇન્ડિયામાં સામેલ કરવાથી બાળકોમાં આ રમત પ્રત્યે આકર્ષણ વધશે. રમત વધુ પ્રચલિત થશે. શીખ ધર્મમાં આ રમત ગુરુ સાહેબના સમયથી તહેવારોમાં અને સમારંભોમાં રમાય છે. હાલમાં તેને 2 ભાગમાં વિભાજીત કરી ખાસ રુલ બુક તૈયાર કરી ખેલો ઇન્ડિયામાં સામેલ કરી છે પરંતુ શીખ સમાજની ઈચ્છા આ રમતને ભારત સરકાર ઓલમ્પિકમાં સામેલ કરે તેવી છે.
કોચ દ્વારા ગટકા તાલીમ આપવાનો પ્રારંભ કરાયો