ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીમાં યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર મળ્યા જોવા - Pardi taluka

વર્ષ 1953માં યોજાયેલી ખેડ સત્યાગ્રહ રેલીમાં 6700 એકર જેટલી જમીન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ 1 સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદમાં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે અને જેને અનુલક્ષી 1 સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે ખેડ સત્યાગ્રહ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યો એક જ મંચ પર જોવા મળતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

રોહીના ગામે યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા
રોહીના ગામે યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા

By

Published : Sep 2, 2020, 8:31 AM IST

વલસાડઃ સન 1953માં યોજાયેલી ખેડ સત્યાગ્રહ રેલીમાં 6700 એકર જેટલી જમીન તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે વલસાડ જિલ્લાના ખેડૂતોને સનદ આપવામાં આવી હતી અને તે દિવસે પણ 1 સપ્ટેમ્બરનો દિવસ હતો. તેની યાદમાં દર વર્ષે કિસાન મુક્તિ દિવસની ઉજવણી થાય છે અને જેને અનુલક્ષી 1 સપ્ટેમ્બરે ખેડ સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોનાની મહામારી હોવાને કારણે ખેડ સત્યાગ્રહ રેલી બાબતે કોઈ પણ પ્રકારે ગણતરીના લોકોને આમંત્રણ આપીને આ કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, આગામી દિવસમાં આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે, ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યો એક જ મંચ પર જોવા મળતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

પારડી તાલુકાના રોહિણા ગામે આવેલી હાઇ સ્કુલમાં આજે કિસાન મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડ સત્યાગ્રહ રેલીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AICCના સભ્ય ગૌરાંગ પંડ્યા ધારાસભ્ય કનુભાઇ દેસાઇ બીપી તેમજ માજી ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

રોહીના ગામે યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા

જીતુભાઈ ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનો તેમજ ભાજપના અનેક હોદ્દેદારો સરપંચો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માજી કેન્દ્રીય પ્રધાન સ્વર્ગીય ઉત્તમભાઈ પટેલ અને ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગીય ઈશ્વરભાઈ દેસાઈને યાદ કરી તે સમયના ખેડૂતોની પરિસ્થિતિ અને શાહુકારો દ્વારા ખેડૂતોને જમીન આપવા માટે કાયદો લાગુ થવા છતાં પણ ઇન્કાર કરવામાં આવતો હતો. જેને અનુલક્ષીને ઈશ્વરભાઈ દેસાઈ અને ઉત્તમભાઈ પટેલ દ્વારા ખેડ સત્યાગ્રહ રેલીમાં મંડાણ કરવામાં આવ્યા હતા.

જે બાદ સરકારે વલસાડ જિલ્લામાં 1 સપ્ટેમ્બરના રોજ ઘાસિયાની 6700 એકર જમીન કરતાં વધુ જમીન ખેડૂતોને ખેતી કરવા માટે સનદ તરીકે આપી હતી અને જેની યાદમાં આ કાર્યક્રમ દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન AICCના સભ્ય ગૌરાંગ પંડ્યાએ ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પર નિશાન તાકતાં કહ્યું કે, ખેડૂતોનો કાર્યક્રમ હોય, ત્યારે રાજકીય રાજકારણ અંદર લાવું ન જોઈએ પરંતુ તેમણે વિનંતી કરી કે, જો સરકાર ખેડૂતોની નજીક રહેશે તો એક ખેડૂત જ છે જે જીડીપી ગ્રોથમાં વધારો કરી શકે છે, માટે સરકારે ખેડૂતોની દરેક સમસ્યાને સાંભળી તેનો ઉકેલ કરવાનો રહેશે.

તો બીજી તરફ ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ખેડૂતને પ્રાથમિકતા આપી છે અને તેમના બેંકના એકાઉન્ટ માં દર 2 માસે રોકડ કેસ જમાં થાય છે. આ કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ખેડ સત્યાગ્રહ અને ખેડૂતોના પ્રશ્નો અંગે આગામી દિવસમાં કોરોનાની મહામારીમાંથી મુક્ત થયા બાદ કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે.

રોહીના હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને ભાજપના બંને રાજકીય અગ્રણીઓ એક જ મંચ ઉપર ભેગા થયા હતા અને ખેડૂત મુદ્દે સામસામે બંને પર એક બીજા પર કટાક્ષ કરતા પણ જાહેર મંચ પરથી જોવા મળ્યા હતા.


ABOUT THE AUTHOR

...view details