વલસાડ : જિલ્લામાં ખાદી ગ્રામઉદ્યોગ દ્વારા ધરમપુર અને તેની આસપાસના 40 ગામોમાં ઘરે ઘરે લોકો ખાદીનું કાપડ વર્ષો પહેલા બનાવતા અને રોજી મેળવતાં. પણ કાળક્રમે વળતર ઓછું અને લેન્ધી પ્રક્રિયા હોવાને કારણે હાલનો યુવા વર્ગ તેનું પ્રશિક્ષણ નથી (Khadi weaving down fall in Dharampur) લઈ રહ્યો. અગાઉ જે કારીગરો હતા તે પૈકી કેટલાક વૈકુંઠવાસ થયા તો માત્ર જૂજ (Khadi weaving artisans ) લોકોએ હજી આ કામગીરી ચાલુ રાખી છે. પરંતુ તેના વળતર ઉપર ઘર ચાલી શકે એમ નથી. સરકાર દ્વારા ખાદી ઉદ્યોગને પુનઃ જીવિત કરવા વળતર વધારવામાં આવે એવી માગ કારીગરો કરી રહ્યા છે.
માત્ર 2 કારીગરો રહ્યાં છે
ધરમપુર અને એની આસપાસના 40 ગામોમાં આઝાદી સમયથી 3000 જેટલા કારીગરો હાથથી ખાદીનું કાપડ વણાટ કરતા ઘરે ઘરે તે સમયે ખાદી વણાટના મશીનોના અવાજ આવતાં. પરંતુ આજે પરિસ્થિતિ વિપરીત છે (Khadi weaving down fall in Dharampur) મોંઘવારી વધી છે અને ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા આપવામાં આવતું કમિશન આજે પણ એક મીટર ઉપર માત્ર 50 રૂપિયા જ છે. જે કોઈ કારીગરને પોષાય એમ નથી. વળી ઓછું કમિશન અને કાપડ બનાવવા માટે ખૂબ લાંબી પ્રક્રિયા હોય અને મહેનત માંગી લેતું કામ હોવાથી લોકોએ તેને બંધ કરી દીધું, હવે માત્ર 2 કારીગરો (Khadi weaving artisans ) છે જેણે આ વારસો જાળવી રાખ્યો છે.
ધરમપુર કુરગામમાં 62 વર્ષીય વૃદ્ધ 40 વર્ષથી ખાદીનું કાપડનું વણાટ કરે છે
ધરમપુર નજીકમાં આવેલા કુરગામ ખાતે નિશાળ ફળીયામાં રહેતા છોટુભાઈ ધાકલભાઈ (Khadi weaving artisans ) છેલ્લા 40 વર્ષથી રોજ નિત્યક્રમ મુજબ સવારે 4 વાગ્યે ઉઠી ખાદીના કાપડનું વણાટ કામ કરે છે. આજે પણ તેમણે સતત આ કામગીરી જાળવી રાખી છે. તેમનું કહેવું છે કે આજના યુવા વર્ગ આ કામગીરી કરતો કે શીખવા પણ ઇચ્છતો નથી. જેની પાછળનું કારણ છે કે પ્રક્રિયા ખૂબ લાંબી છે અને વળતર ખૂબ ઓછું છે એટલે યુવા વર્ગ ઉદ્યોગોમાં રોજિંદા મળતા 300 થી 400 રૂપિયાના રોજ ઉપર કામે જાય છે. જેને પગલે હવે આ વારસો (Khadi weaving down fall in Dharampur) સાચવવો મુશ્કેલ છે.
ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન વર્ષોથી ચાલતા એક મીટર ઉપર માત્ર 50 રૂપિયા વળતર આપે છે
વર્ષોથી ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા ખાદી કાપડ બનાવતા કારીગરોને મીટર દીઠ 45 થી રૂપિયા 50 કમિશન આપવામાં આવે છે. જે ખૂબ નજીવું છે. જો એના ઉપર જ ઘર ચલાવવું હોય તો તે ચાલી શકે નહીં. કારીગરોને પ્રોત્સાહન મળે અને તેમના કામમાં કલાક પ્રમાણે વળતર મળે એ પ્રકારે કોઈ યોગ્ય આયોજન થવું જોઈએ.
આ પણ વાંચોઃ ગાંધી જયંતીના પ્રસંગે જૂનાગઢમાં ખાદી ખરીદવા માટે લોકોની ભારે ભીડ, 25 ટકા વળતર
માર્કેટમાં માંગ ઘટી રહી છે