વલસાડઃ શહેરમાં આવેલા એસટી ડેપો નજીકમાં સ્વામી વિવેકાનંદના પૂતળા પાસે આમ આદમી પાર્ટીના જતીનભાઈ પટેલની આગેવાનીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ દિલ્હીમાં મળેલી જીતનો વિજયોત્સવ મનાવ્યો હતો. કાર્યકર્તાઓએ મીઠાઇ વહેંચી અને આમ આદમી પાર્ટી જિંદાબાદ જેવા નારાઓ સાથે વિજય ઉત્સવની ઉજવણી કરી હતી.
દિલ્હીમાં કેજરીવાલની જીતઃ વલસાડ જિલ્લામાં આમ આદમીના કાર્યકર્તાઓએ કરી ઉજવણી - Kejriwal's victory in Delhi
દિલ્હીમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થતા વિજયનો તાજ આમ આદમી પાર્ટીના શિરે નોંધાયો છે. જેને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિજયોત્સવની ઉજવણી કરી હતી. તેમણે ફટાકડા ફોડી મીઠાઈની વહેંચણી કરી વિજયોત્સવની મનાવ્યો હતો.
આમ આદમીના કાર્યકર્તાઓએ કેજરીવાલની જીતની ઉજવણી કરી
કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામને મતદારોએ ખોબે ખોબા ભરીને મતો આપ્યા છે. જેના કારણે જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના શિરે વિજયનો તાજ જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.