ગુજરાત

gujarat

ETV Bharat / state

નાનાપોઢા સર્કલ પર શહીદ જવાનોના સન્માનમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ - Kargil Victory

આજે દેશભરમાં કારગિલ દિવસની ઉત્સાહભેરની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડના નાનાપોઢા સર્કલ પાસે માજી સૈનિક ખુશાલ ભાઈના નેતૃત્વમાં એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના શૌર્ય પરાક્રમને યાદ કર્યા હતા.

વલસાડ
વલસાડ

By

Published : Jul 26, 2020, 10:50 PM IST

Updated : Jul 27, 2020, 12:07 AM IST

વલસાડઃ વલસાડના નાનાપોઢા સર્કલ પાસે માજી સૈનિક ખુશાલ ભાઈના નેતૃત્વમાં એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના શોર્ય અને પરાક્રમને યાદ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 21 વર્ષ અગાઉ 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. દુશ્મને જે પર્વતની ટોચ પર કબ્જો જમાવ્યો હતો. ત્યાંથી પાકિસ્તાનના સૈનિકોનો ખાતમો કરીને તે પહાડો પર કબ્જો જમાવવો કેટલો મુશ્કેલ રહ્યો હશે, એ લડાઈમાં શાહિદ થયેલા દેશના 600થી લગાવી શકાય છે. આજે આપણે આજ શહીદોની શહાદત અને ન હરાવાના તેમની હિંતને સલામી આપવા આપે કારગિલ દિવસની ઉજવણી કરી રહ્યાં છે.

કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ

કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 18 હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો. ઓક્ટોબર 1998માં મુશર્રફે કારગિલ પ્લાનને મંજૂરી આપી હતી.

નાનાપોઢા સર્કલ પર શહીદ જવાનોના સન્માનમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ

પાકિસ્તાનને લાગ્યું હશે કે, ઊંચી ટોચ પર કબ્જો જમાવ્યાં બાદ આ વિસ્તાર હંમેશા માટે તેમનો થઈ જશે. પરંતુ તેમને ભારતીય સેનાના અદમ્ય સાહસનો અંદાજો નહોતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ત્યારે મિગ-27 અને મિગ-29 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ બોફોર્સ તોપના ગોળાઓએ પાકિસ્તાનને હરાવવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Last Updated : Jul 27, 2020, 12:07 AM IST

ABOUT THE AUTHOR

...view details