- કોંગ્રેસ સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લીધો હોવાનો ઘટસ્ફોટ
- જિલ્લા કોંગ્રેસ પ્રમુખના મનસ્વી વલણને કારણે સોમાબારીએ આપ્યું રાજીનામું
- કાર્યકારી પ્રમુખ તરીકે હરેશ પટેલની નિમણૂક કરતા નારાજગી
વલસાડઃ આગામી દિવસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે કપરાડા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે તેના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે ફરીથી કપરાડા તાલુકા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વિશ્વાસમાં લીધા વિના મનસ્વી વલણને કરણે કરવામાં આવી રહ્યા છે. જેને લઈને તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી હોવાનું લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સોમાબારી દ્વારા અનેક કામગીરી કરાઇ
છેલ્લા કેટલાક સમયથી કપરાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સોમાબારી દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે અને તેમના દ્વારા જે સમયે જીતુભાઈ ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તે સમયે પણ અનેક કામગીરીઓ કરવામાં આવી હતી. તેમજ તેમને છેલ્લે સુધી પક્ષને વફાદાર રહ્યા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કાર્યકારી પ્રમુખ તરીકે હરેશ પટેલની નિમણૂક કરવામાં આવતા તેમને નારાજગી વ્યક્ત કરતા પોતાનું રાજીનામુ ધરી દીધું હોવાનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મોડી સાંજે બન્ને સંપર્ક વિહોણા બન્યા