ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે આવેદન પત્ર આપ્યું - Valsad district

ગુજરાત સરકારે હાલમાં જ ખેડૂતોના વળતર માટે કરેલી જાહેરાતમાં વલસાડ જિલ્લાનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી જેને લઇને પણ આ વળતરમાં વલસાડ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માગ કરી છે.

કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે આવેદન પત્ર આપ્યું
કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે આવેદન પત્ર આપ્યું કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે આવેદન પત્ર આપ્યું

By

Published : Sep 26, 2020, 2:52 PM IST

વલસાડઃ હાલમાં સરકારે ખેડૂતોને લઇને એક ખેડૂત લક્ષી બિલ પસાર કર્યું છે. તેને લઈને વિપક્ષ દ્વારા ભારે ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી. ખેડૂત બિલ લઈને આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યું હતું પરંતુ વલસાડ જિલ્લામાં બંધની કોઈ પણ પ્રકારની અસર જોવા મળી ન હતી ત્યારે આજે કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા કપરાડા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂત બિલનો વિરોધ કર્યો હતો. તે સાથે સાથે ગુજરાત સરકારે હાલમાં જ ખેડૂતોના વળતર માટે કરેલી જાહેરાતમાં વલસાડ જિલ્લાનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી જેને લઇને પણ આ વળતરમાં વલસાડ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માગ કરી છે.

કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે આવેદન પત્ર આપ્યું

કપરાડા તાલુકા મથકે શનિવારના રોજ મામલતદાર કચેરી ખાતે કપરાડા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોને નુકસાન કારક સમાન કરારી ખેતી વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માગ સાથે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું છે.

આ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતમાં ખેડૂતોએ કોઈની નથી કરવી કે, નહીં તેની ખેડૂતને સ્વતંત્રતા છે તેને ફરજ પાડી શકાય નહીં ખેડૂત સાથે આ કરાર કરવામાં સેકસી એસ કોર્ટ ડિસીએમ જેવી વિદેશી કંપનીઓ પણ હોઇ શકે અને ઉત્પાદન થતા વેચાણ પર બધી બાબતો ઉપર તેનો અંકુશ રહેશે અને ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે. પાકનો સારો નફો મળવો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરશે. જો કંપની દ્વારા ઇજારો ઉત્પન્ન થાય તો સોદા શક્તિને અસર પહોંચે અને આ સામે લડવા ખેડૂતોને સહકારી મંડળી કે સંગઠન નો સાથ સહકાર લેવો પડે એવી પરિસ્થિતિ ઉભી થાય એમ છે.

ખેતી કરનારી એક પણ કંપની હાલ સજીવ ખેતી કરનારા જાણમાં નથી આ કરારની બીજી અસર બેસી કે વિદેશી કંપનીઓ દ્વારા સંગ્રહખોરી વચ્ચે દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક પણ થઈ શકે છે. જેવી ચિંતા આવેદનપત્રમાં વ્યક્ત કરી છે. જ્યારે અન્ય એક આવેદનપત્ર ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંબોધીને આપવામાં આવ્યું છે.

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ચોમાસાની સિઝનમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેના કારણે વલસાડ જિલ્લાના કૃષિ પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલા નુકસાન અંગે મુખ્ય પ્રધાન દ્વારા વિધાનસ ભાગૃહમાં 37 કરોડ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો ક્યાંય પણ સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિની અસરગ્રસ્ત વલસાડ જિલ્લો અને કપરાડા તાલુકાનો સમાવેશ કરાયો નથી જેથી સરકાર દ્વારા વલસાડ જિલ્લા ઉપર શંકા ઉપજાવે તેવું ખેડૂતોને મદદ કરવામાં પક્ષાપક્ષી ન હોઈ શકે તેવી તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને ખેડૂતોને ગુજરાત સરકાર મદદરૂપ કરે અને આ સહાય પેકેજ વલસાડ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે.

આજે આવેદનપત્ર આપવામાં કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના જાદવ મનુભાઈ સકા રામભાઈ તેમજ જિલ્લા પંચાયતના વિપક્ષના સભ્ય શિવાજી ભાઈ પટેલ કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાતરી સહિત અનેક અગ્રણીઓ તેમજ કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details