ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા તાલુકા DJ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - વલસાડના તાજા સમાચાર

કપરાડા તાલુકામાં ગત કેટલાક સમયથી પ્રસંગોપાત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં DJ સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેના પરથી તેમનો ધંધો-રોજગાર ચાલે છે. જો કે, લોકડાઉનના સમયમાં ગત 4-5 માસથી સરકારના નીતિ-નિયમોને આધીન DJ સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ લગ્ન ઉપર મુકેલા પ્રતિબંધને કારણે તેમના ધંધા-રોજગાર ઉપર સીધી અસર પડી હતી. જેથી હાલમાં અનલોક-4માં DJ સાઉન્ડ એસોસિએશન કપરાડા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી શુભ પ્રસંગોમાં DJ ચલાવવા દેવાની માગ કરી છે.

ETV BHARAT
કપરાડા તાલુકા DJ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

By

Published : Sep 8, 2020, 1:55 AM IST

વલસાડ: કપરાડા તાલુકામાં ગત કેટલાક સમયથી પ્રસંગોપાત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં DJ સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેના પરથી તેમનો ધંધો-રોજગાર ચાલે છે. જો કે, લોકડાઉનના સમયમાં ગત 4-5 માસથી સરકારના નીતિ-નિયમોને આધીન DJ સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ લગ્ન ઉપર મુકેલા પ્રતિબંધને કારણે તેમના ધંધા-રોજગાર ઉપર સીધી અસર પડી હતી. જેથી હાલમાં અનલોક-4માં DJ સાઉન્ડ એસોસિએશન કપરાડા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી શુભ પ્રસંગોમાં DJ ચલાવવા દેવાની માગ કરી છે.

કપરાડા તાલુકા DJ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

કોરોનાને કારણે કપરાડા તાલુકાના DJ સાઉન્ડ સિસ્ટમ સંચાલકોનો ધંધો ગત 6 માસથી બંધ હાલતમાં છે. જેથી તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવી અનલોક-4માં DJ સાઉન્ડ સિસ્ટમ શરૂ કરવાની માગ કરી છે.

આ અંગે DJ સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ જણાવ્યું કે, સરકારી ગાઈડલાઈનના આધીન DJ શરૂ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે તો, તેમની હાલત ખૂબ દયનીય બની જશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કપરાડા તાલુકામાં 250થી પણ વધુ DJ સંચાલકોનો ધંધો રોજગાર DJ પર ચાલે છે.

ABOUT THE AUTHOR

...view details