કપરાડાના ધારાસભ્યના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ વલસાડઃદર વર્ષની જેમ આ નવા વર્ષે પણ કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના કાકડકોપર ગામે આવેલા નિવાસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યમાં લોકો વહેલી સવાર થી જ તેમને શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા. ઘર આંગણે તેમને શુભેચ્છાઓ આપવા માટે લોકો અને તેમના પ્રશંસકોની લાંબી કતાર જોવા મળી હતી
રાજકીય આગ્રણીઓની શુભેચ્છાઃધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને નવા વર્ષના નુતન વર્ષાભિનંદન પાઠવવા માટે જિલ્લા માંથી અનેક આગેવાનો, રાજકીય આગેવાનો, સરપંચો, સભ્યો સહિત અનેક લોકો ઉમટી પડ્યા હતા, અને પુષ્પો આપીને તેમને અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય પણ સવારે 7 વાગ્યા થી સ્ટેજ ઉપર ખડે પગે રહીને છેક બપોરના 3 વાગ્યા સુધી લોકોનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા, આમ તેમના ઘર આંગણે તેમને શુભેચ્છાઓ આપવા માટે લોકો અને તેમના પ્રશંસકોની લાંબી કતાર જોવા મળી હતી
ઘેરિયા નૃત્યની રમઝટઃ આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ઘેરિયા નૃત્યની પણ તેમના આંગણે રમઝટ જામી હતી. કહેવાય છે કે, દિવાળી અને નવા વર્ષના દીવસે ઘર આંગણે ઘેરિયા નૃત્યના પગલાં કે વધામણાં કરવાથી સમગ્ર વર્ષ સુખ,સમૃદ્ધિ અને યશસ્વી નીવડે છે. જે હેતુ સાથે દર વર્ષે ધારાસભ્ય જીતુભાઇને નિવસ્થાને ઘેરિયા નૃત્યની રમઝટ જામે છે, આ વર્ષે પણ ઘેરિયાની ટોળી તેમના આંગણે આશીર્વાદ આપવા માટે પહોંચી હતી
ધારાસભ્યની શુભેચ્છાઃધારાસભ્ય જીતુભાઈએ કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે જ તેમણે આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત ઘેરિયા નૃત્ય અંગે જણાવ્યું કે, ઘેરિયા તમામ લોકોના ઘર આંગણે જઇને સુખી સંપન્ન રહેવાના આશીર્વાદ આપતા હોય છે, જે સંદર્ભે તેઓએ પણ ઘેરિયા નૃત્યની રમઝટ તેમના આંગણે બોલાવી હતી.
તરપુ અને તુર નૃત્યઃ આદિવાસી સમાજમાં પરંપરાગત વાદ્ય તરપુ અને તુરની રમઝટ ઉપર અનેક લોકો ઝૂમતા પણ જોવા મળ્યા હતા. તુર અને થાળી નૃત્ય પણ આદિવાસી સમાજમાં અનેરું મહત્વ ધરાવે છે, જેનો ઉપયોગ દરેક આદિવાસી વિધિમાં અને લગ્ન પ્રસંગે પણ કરવામાં આવે છે, સાથે તરપા જેવુ વાદ્ય પણ ખૂબ જ મહત્વનુ છે. જેનો પણ આદિવાસી સમાજ સારા પ્રસંગોમાં ઉપયોગ કરતા હોય છે. આમ નવા વર્ષના પ્રારંભે ધારાસભ્યના ઘર આંગણે ઘેરિયા નૃત્ય સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
- Diwali 2023 : દિવાળીમાં ઘરઆંગણે ઘેરિયા નૃત્યના વધામણાં કરાવવાની આદિવાસી પરંપરાની સુંદર ઝલક માણો
- Diwali 2023: દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપીમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી, ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો