કપરાડાના હુડાના ડેપ્યુટી સરપંચ ₹4,000 ની લાંચ લેતા ઝડપાયા વલસાડ: લાભાર્થીને મળેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રાન્ટના પૈસામાંથી વ્યવહાર માટે પૈસા માંગ્યા હતા.કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં આવેલા પુડા ગામે ડેપ્યુટી સરપંચે ગામમાં મળેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મળેલી ગ્રાન્ટ 1,10,000 મળતા મંજુર થયેલ આવાસ માટે વ્યવહાર પેટે રૂપિયા 5,000 ની માંગ કરી હતી. જે પૈકી પ્રથમ હપ્તો આવતા હજાર રૂપિયા અગાઉ લઈ લીધા હતા. જ્યારે બાકીના રહેલા ચાર હજાર રૂપિયા આજે લેવા જતા ACB ના હાથે ઝડપાયો હતો.
"લાભાર્થી લાંચની રકમ ડેપ્યુટી સરપંચને આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ આજે લાંચ ની રકમ આપવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી સરપંચ લાંચની રકમ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા"-- ડીએમ વસાવા (એસીબી પીઆઇ )
અગાઉ 1000 રૂપિયા લીધા હતા:હુંડા ગામના ડેપ્યુટી સરપંચ હરિભાઈ સખારામ ગાંગોડે લાભાર્થી પાસે અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાસ થયેલા આવાસના વ્યવહાર પેટે હજાર રૂપિયા જેટલી રકમ ઉઠાવી લીધી હતી. જો કે વધુમાં આજે નીકળતા 4000 રૂપિયા લેવા જતા વલસાડ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવેલા નાણાં અંગે ડેપ્યુટી સરપંચ હરિભાઈને જાણકારી મળતા તેમણે લાભાર્થી પાસે નીકળતા ચાર હજાર રૂપિયા માંગ્યા હતા.
સફળ ટ્રેપનો અંજામ:પોલીસને બાતમી મળી હતી. જે બાદ આજે નીકળતા 4000 રૂપિયા આપવા જતા કપરાડા એસટી ડેપો પાસે લાંચની રકમ સ્વીકારતા એસીબીના હાથે ડેપ્યુટી સરપંચ ઝડપાઈ જવા પામ્યો હતો. એસીબી ટ્રેપ દરમિયાન વલસાડ ડાંગ એસીબી પીઆઇ ડી એમ વસાવા તથા સુપરવિઝન અધિકારી એકે ચૌહાણ મદદનીશ નિયામક એસીબી સુરત એકમ તેમજ સુરત એસીબીની ટીમે આ સફળ ટ્રેપને અંજામ આપ્યો છે.
કાર્યવાહી એસીબી દ્વારા:કપરાડાના ઊંડાણના ગામમાં એસીબી દ્વારા છટકું ગોઠવી લાંચ લેતા ડેપ્યુટી સરપંચને ઝડપી પાડતા સરકારી અધિકારીઓ અને સરપંચોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ગ્રામીણ કક્ષાએ બનેલી ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સામાન્ય આવાસ જેવી બાબતમાં 4000 જેટલી લાંચ લેનાર સરપંચ ઝડપાઈ જતા સમગ્ર બાબત હાલ તો પંથકમાં ચર્ચાનો વિષય બની છે. ડેપ્યુટી સરપંચ ને હાલ એસીબીએ ડિટેલ કર્યો છે. હુડા ગામના ડેપ્યુટી સરપંચ હરિભાઈ સખારામભાઈ ગાંગોડે રૂપિયા 4000 ની લાંચ લીધા બાદ એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો. તેને હાલ તો ડિટેઇન કરવામાં આવ્યો છે. જેની સામે આગળની કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.
- Valsad News: ધરમપુરના વિલ્સન હિલ પર બાઈક ઉપર જોખમી સ્ટંટબાજી કરનારને પોલીસે પાઠ ભણાવ્યો
- Valsad Crime : લ્યો બોલો હાવ ખોટે ખોટી ફરિયાદ નીકળી, પેટ્રોલપંપ કર્મચારીની લૂંટની ઘટનાનું નાટક પકડાઇ ગયું