- ભાજપના કદાવર કાર્યકર્તાએ ભાજપનો છેડો ફાડ્યો
- કોંગ્રેસમાં જોડાતા કપરાડામાં રાજકારણ ગરમાયું
- બાબુભાઈ વરઠા 2014માં ભાજપમાં જોડાયા
- પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૉધરીની આગેવાનીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
- આગામી ધારાસભ્યની ચૂંટણીના સમીકરણો ચોક્કસ પણે બદલાશે
વલસાડ: ભાજપના કદાવર કાર્યકર્તા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા કપરાડામાં રાજકારણ ગરમાયુ છે. એક સમયે કોંગ્રેસમાં જિલ્લા ઉપપ્રમુખ રહી ચૂકેલા બાબુભાઈ વરઠા જેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા. તેઓ આજે ફરી કોંગ્રેસમાં પરત ફર્યા છે. આજે કપરાડામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ પોતાના ટેકેદારો સાથે માજી કેન્દ્રીય પ્રધાન તુષાર ચૉધરીની આગેવાનીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
હવે આગામી ધારાસભ્યની ચૂંટણીના સમીકરણો ચોક્કસ પણે બદલાઈ જશે. કપરાડામાં 60 ટકા મતદારો વારલી સમાજના છે. જ્યારે 20 ટકા કુકણા સમાજ અને 20 ટકા અન્ય જાતિના છે. બાબુભાઈ વરઠા વારલી સમાજના પ્રમુખ સહકારી આગેવાન હોવાથી ચૂંટણીમાં વારલી સમાજના મતદાર તેમના ખોળે મતો આપે એ ચોક્કસ છે.