ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ પરિવાર સાથે કર્યું મતદાન

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ પોતાના પરિવાર સાથે આજે તેમના નિવાસસ્થાન નજીક આવેલી પ્રાથમિક શાળામાં સવારે 8 વાગ્યે મતદાન કર્યું હતું. જેમાં તેમણે પોતાની જીતનો દાવો કર્યો છે.

kaprada
કપરાડા

By

Published : Nov 3, 2020, 11:53 AM IST

  • ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ કર્યું મતદાન
  • મતદાન કરી પોતાની જીતનો દાવો કર્યો
  • સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મતદાન

વલસાડ: ગુજરાત વિધાનસભાની 8 પેટા ચૂંટણી પૈકી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી વહેલી સવારે સાત વાગ્યાથી 374 મતદાન મથકો ઉપરથી શરૂ થાય છે. જેમાં વહેલી સવારથી લોકોનો મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે. ત્યારે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ પોતાના પરિવાર સાથે આજે તેમના નિવાસસ્થાન નજીક આવેલી પ્રાથમિક શાળામાં સવારે 8 વાગ્યે covid 19 ના નિયમોના પાલન સાથે મત બુથ ઉપરથી પોતાનું મતદાન કર્યું હતું

કપરાડાના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ પરિવાર સાથે કર્યું મતદાન

ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ

મહત્વનું છે કે, કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા વચ્ચે સીધો જંગ જામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details