- 3 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી
- કપરાડા બેઠક પર ચાર ઉમેદવારો મેદાનમાં
કપરાડાઃ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં સોમવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દીને ડમી ઉમેદવારને બાદ કરતાં 4 મુખ્ય ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા કપરાડામાં 4 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. જોકે જાણકારોનું માનવું છે કે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પક્ષ પલટુ ઉમેદવારને ટીકીટ આપી હોય આ વખતે મતદારોનો ઝુકાવ કઈ બાજુ રેહશે તે જાણવું પણ મુશ્કેલ બન્યું છે.
કપરાડા બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
ગુજરાત વિધાનસભાની 181-કપરાડા (અ.જ.જા) મતવિસ્તારની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. જે અંતર્ગત 19 ઓક્ટોબરે રોજ ઉમેદવારીપત્રો ખેંચવાના છેલ્લા દિવસે કોઇ ઉમેદવારીપત્રો ન ખેંચાતાં હવે આ બેઠકની ચૂંટણીમાં ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઇ હરજીભાઇ ચૌધરી, ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ જીવલાભાઇ પટેલ ઉર્ફે (વરઠા)
અપક્ષ ઉમેદવાર જયેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ ગાંવતિ અને અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઇ શંકરભાઇ પટેલનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ચૂંટણીના સમીકરણો અને સાંભવના વિશે અત્યારથી જ લોકો રસાકસી ભરી ચૂંટણી રેહશેનું માની રહ્યા છે.