વલસાડઃ 181 વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠા અને અપક્ષ ઉમેદવાર સુખાલા સાઈ ધામના પ્રકાશભાઈ પટેલ બન્ને એક જ સમયે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જેથી બન્ને ઉમેદવારોએ એક-બીજાને હસ્તધૂનન કર્યું હતું. આ સાથે બન્નેએ પોતાનું લક્ષ્ય એક હોવાનો દાવો કર્યો હતો.
કપરાડા વિધાનસભા પેટા ચૂંટણીઃ અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારે ભર્યું નામાંકન - વિધાનસભા પેટા ચૂંટણી
આજે એટલે કે ગુરુવારે કપરાડા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર અને અપક્ષના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. જેથી બન્નેએ એક-બીજાને હસ્તધૂનન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ બન્નેએ પોતાનું લક્ષ્ય એક હોવાનો દાવો પણ કર્યો હતો.
અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર
આ સમયે અપક્ષ ઉમેદવારે જણાવ્યું કે, તેમને ભાજપ સાથે કે ભાજપના ઉમેદવાર સાથે કોઈ વ્યક્તિગત વેર નથી, પરંતુ તેમની નીતિ સામે તેમનો વિરોધ છે. આ સાથે જ કોંગ્રસના ઉમેદવાર બાબુ વરઠાએ જણાવ્યું હતું કે, તેમને માત્ર વિકાસમાં રસ છે. જેથી તે માત્ર વિકાસ કરવાના નામે વોટ માંગનારાનો વિરોધ કરે છે.