ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ પૌત્રીના હાથે મીઠું મોઢું કરી મતદાન કર્યું - ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી

કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ સવારે પોતાના ઘરે દેવ પૂજા કરી પત્ની અને પૌત્રીના હાથે કુમકુમ તિલક કરાવી, મોઢું મીઠું કરી મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા.

jitu chaudhary
ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પૌત્રીના હાથે મીઠું મોઢું કરી મતદાન મથકે રવાના થયાં

By

Published : Nov 3, 2020, 12:53 PM IST

  • કપરાડાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી
  • ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી મતદાન કરવા પહોંચ્યા
  • દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરી વિજયના આશીર્વાદ માગ્યા

વલસાડ : કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીએ વહેલી સવારે પોતાના ઘરે કુળદેવી અને ઈષ્ટ દેવની પૂજા કરી પત્ની અને પૌત્રીના હાથે કુમકુમ તિલક કરાવી, મોઢું મીઠું કરી મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા.

ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પૌત્રીના હાથે મીઠું મોઢું કરી મતદાન મથકે રવાના થયાં

જીતુ ચૌધરી દેવી-દેવતાની પૂજા કરી મતદાન કરવા નીકળ્યા

ગુજરાતમાં યોજાઇ રહેલી આઠ પેટા ચૂંટણી અંતર્ગત વલસાડ જિલ્લાનાં કપરાડા વિધાનસભામાં પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય ગણાતા જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી હાલ કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. 3જી નવેમ્બરે યોજાઇ રહેલી પેટા ચૂંટણીના મતદાનમાં પોતાનો કિંમતી મત આપવા માટે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી વહેલી સવારે પોતાના ઘરેથી મતદાન મથકે પહોંચ્યા હતા.

પત્ની અને પૌત્રીના હાથે કુમકુમ તિલક કરી મોઢું મીઠું કર્યું

મતદાન મથક પર મત આપવા જતા પહેલા જીતુભાઈ ચૌધરીએ પોતાના ઘરે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરી વિજયના આશીર્વાદ માંગ્યા હતા. જે બાદ જીતુભાઈ ચૌધરીને તેમના પત્ની અને પૌત્રીએ કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી મતદાન મથક પર રવાના કરાવ્યા હતા.

2017માં 170 મતોની સરસાઈથી મેળવ્યો હતો વિજય

ઉલ્લેખનીય છે કે જીતુ ચૌધરીએ 2017ની વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી 170 મતોની નજીવી સરસાઈથી વિજય મેળવ્યો હતો. જે બાદ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરી આ પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી પેટા ચૂંટણી લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details