ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા APMCનું ભારત બંધમાં અસમર્થન - ભારત બંધની વલસાડમાં અસર

કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમને સમર્થન આપવા આજે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ કપરાડા APMCએ ભારત બંધને કોઈ સમર્થન આપ્યું નથી. જેથી શકભાજીની દુકાનો ખુલ્લી રહી હતી.

કપરાડા APMCનું ભારત બંધમાં અસમર્થન
કપરાડા APMCનું ભારત બંધમાં અસમર્થન

By

Published : Dec 8, 2020, 8:42 PM IST

Updated : Dec 8, 2020, 9:07 PM IST

  • કપરાડા APMCનું ભારત બંધને અસમર્થન
  • શાકભાજીનું વેચાણ કરવા ખેડૂતો અહીં આવે છે
  • વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી

વલસાડઃ કૃષિ કાયદાના વિરુદ્ધમાં દેશના અનેક વિસ્તારમાં ખેડૂતો ચક્કા જામ કરી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે, કૃષિ કાયદો રદ કરવામાં આવે. જો કે, સરકાર સાથે વાટાઘાટો કરવા ખેડૂતોએ પોતાની અનેક શરતો મૂકી રહ્યા છે, પરંતુ તે શરતો સરકારને મંજુર નહીં હોવાથી ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર કરવા માટે આજે મંગળવારે ભારત બંધનું એલાન કર્યું હતું. જે પૈકી કેટલાક સ્થળો પર APMC માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતુંસ, પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી APMC માર્કેટ સરકારના સમર્થનમાં રહી ખુલ્લી રહી હતી અને અનેક વેપારીઓએ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી.

કપરાડા APMCનું ભારત બંધમાં અસમર્થન

ખેડૂતોએ ભારત બંધને સમર્થન ન આપ્યું

આજે APMC માર્કેટમાં ભારત બંધની અસર જોવા મળી નહોતી. જેથી સામાન્ય દિવસોની જેમ નાનાપોઢા APMC માર્કેટ ખુલ્લું રહ્યું હતું અને અનેક ખેડૂતો પોતાની શાકભાજીનું વેચાણ કરવા આવ્યા હતા.

ખેડૂતો શાકભાજી વેચાણ માટે APMCમાં આવે છે

નાનાપોઢા APMCમાં અનેક ખેડૂતો શાકભાજીના વેચાણ અર્થે આવે છે. આ સાથે જ વેપારીઓ પણ અહીંયાથી શાકભાજીની ખરીદી કરે છે, ત્યારે આજે મંગળવારે ભારત બંધ હોવા છતાં અહીંની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. આમ કપરાડાની APMCમાં ભારત બંધની અસર નહિવત જોવા મળી હતી.

Last Updated : Dec 8, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details