ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડાના પ્રગતિશીલ ખેડૂતને ફળવળની ખેતી માટે બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો - Award'

વલસાડઃ વારોલીતલાટ ગામના હરેશભાઇ ખાંડરા પ્રગતિશીલ ખેડૂત છે. તેમણે માત્ર પચ્‍ચીસ ગુંઠા જમીનમાં મુખ્‍યત્‍વે શાકભાજીની ખેતી પર ગુજરાન ચલાવે છે. વર્ષ 2017-2018માં ફળવળની ખેતી કરી હતી, જેના માટે તેમને આત્‍મા પ્રોજેકટ અંર્તગત 2018-2019માં 'બેસ્‍ટ ફાર્મર'ના એવોર્ડથી સન્‍માનિત કરાયા છે.

કપરાડા

By

Published : Jul 19, 2019, 10:39 PM IST

કપરાડા તાલુકાના વારોલીતલાટ ગામના હરેશભાઇ ખાંડરા આત્‍મા પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. જેમા ખેડૂતે કૃષિ ક્ષેત્રે વિવિધ બાબતો વિશે માર્ગદર્શન મેળવ્‍યું હતું. ફળવળની ખેતી માટે કપરાડા અને ધરમપુર તાલુકાના વિસ્‍તારો, જમીન, આબોહવા અને બજાર સારું હોવાથી આ વિસ્‍તારના ખેડૂતો સમયાંતરે ફળવળની ખેતી કરે છે. હરેશભાઇએ વર્ષ 2017-2018માં ફળવળની ખેતી શરૂ કરી હતી.

હરેશભાઇએ પોતાના જ ખેતરમાંથી ઉત્‍પાદિત થયેલા ફળના બીજ સાચવી રાખ્‍યા હતા, જેનો ઉપયોગ બિયારણ તરીકે કર્યો હતો. ફળવળના પાકને ખૂબ પાણીની જરુર પડે છે, જેથી તેની રોપણી કરતા પહેલા યોગ્‍ય સમય, પરિસ્‍થિતિ વગેરેનું ખાસ ધ્‍યાન રાખવું પડે છે. ફળવળ પાંચ થી છ ફુટ લાંબા થાય છે અને ત્રણથી ચાર કિલો વજન ધરાવે છે. આ ખેતી માટે માટે ઊંચો મંડપ ઊભો કરવો પડે છે અને તે દોઢ મહિનામાં બજારમાં વેચવા લાયક થઇ જાય છે. જે 30 થી 35 રૂપિયે કિલો વેચાય છે, પરંતુ પાકને ખુબ જ પાણીની જરુર પડતી હોવાથી ઓછા ખેડૂત મિત્રો તેની ખેતી કરે છે. તદ્ઉપરાંત આદિવાસી વિસ્‍તારમાં આ શાક ભોજન માટે પ્રિય છે જેના કારણે પણ તેની કિંમત સારી આવે છે. હરેશભાઇએ ફળવળના પાકમાં કુલ ખર્ચ 70 થી 80 હજારનો ખર્ચ થયો હતો, જેની સામે ૨.૫ લાખની આવક મેળવી છે.

ફળવળનો પાકમાં કુદરતી રીતે અલગ પ્રકારની ગંધ હોવાથી જીવ જંતુઓ આવતા નથી અને તેથી જંતુનાશક દવાનો છંટકાવ અને નિંદણ ઓછુ કરવું પડે છે. જેના લીધે ખેડુતોને કુદરતી રીતે જ ઓર્ગેનીક પાક મળી રહે છે. હરેશભાઈએ પોતાની સુઝબુઝથી ફળવળના પાકમાં મબલક કમાણી કરવા બદલ નાનાપોંઢા હાઇસ્‍કુલ ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવમાં આત્‍મા પ્રોજેક્ટ અંર્તગત તાલુકા બેસ્‍ટ ફાર્મરના એવોર્ડથી સન્‍માનિત કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details