કપરાડાઃ પાંચ છ જેટલા યુવાનોએ યુવતીને મળવા આવેલા પ્રેમીને પકડીને કપડાં ફાડી નાખ્યા હતા અને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કપરાડાની હોટલ નજીક પ્રેમી યુવકની જાહેરમાં ધોલાઈ, વીડિયો વાયરલ - સોશિયલ મીડિયા ન્યૂઝ
કપરાડામાં અકશા હોટલ નજીક એક છોકરો અને છોકરી મુલાકાત કરવા માટે ભેગા થયા હતાં, પરંતુ થોડા જ સમયમાં છોકરીના કાકાના છોકરાઓ ત્યાં આવી પહોંચતા છોકરીને મળવા આવેલા પ્રેમીને પકડીને જાહેરમાં માર માર્યો હતો.
કપરાડા મુખ્ય મથક ઉપર આવેલ હોટલ અકશા નજીકમાં ગત રોજ એક પ્રેમી યુગલ ઝાડ નીચે ઉભું હતું. ત્યાં જ યુવતીના પરિવારના કેટલાક યુવકો આવી જતા યુવતીને મળવા આવેલ પ્રેમી યુવકને જાહેરમાં માર માર્યો હતો. યુવતી તેને બચાવ માટે વચ્ચે પડી તો પેલા યુવકોએ યુવતીને પણ માર માર્યો હતો. આમ, કપરાડામાં જાહેરમાં મારા મારી થઈ છે.
આ ઘટના કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે હજુ સુધી યુવકને માર મારનાર યુવાનો સામે કોઈ ગુનો દાખલ કર્યો નથી. જ્યારે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી તો યુવતી કપરાડા તાલુકાના વરવટ ગામની અને માર ખાનાર યુવક જામગભાણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. બન્ને એક બીજાને પ્રેમ કરતા હતા અને યુવતીએ જ પેલા યુવકને અહીં મળવા માટે બોલાવ્યો હતો. જાહેરમાં થયેલા મારામારી બાદ પણ પોલીસ મૌન બની બેસી રહે તો પોલીસ કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.