ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ - Solar policy Gujarat

ગુજરાતનું મોઢેરા જેમ સૂર્યમંદિર તરીકે જગ વિખ્યાત છે. તેવી જ રીતે સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ તીર્થધામ તરીકેનું પણ બિરુદ મેળવ્યું છે. હવે આગામી દિવસોમાં દ્વારકા પણ સૌર ઊર્જાથી (solar power project at vapi) ઝળહળતું ગુજરાતનું બીજું તીર્થ ધામ બનવાનું છે. વાપીમાં નાણા અને ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈએ (Kanu desai inaugurates Solar project) આ વાત કહી હતી. દિવસે દિવસે વધી રહેલા ફ્યૂલના તેમજ વીજળીના ઉપયોગ સામે સૌરઊર્જા ખરા અર્થમાં સંપત્તિ સમાન સાબિત થઈ રહી છે. વાપીમાં સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે આવેલા નાણાપ્રધાન કનુ દેસાઈએ આ અંગે એક પોલીસીની પણ વાત કહી છે.

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ
સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

By

Published : Jan 1, 2023, 1:11 PM IST

Updated : Jan 1, 2023, 1:40 PM IST

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

વાપી:વાપી GIDC માં આવેલા સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના(Kanu desai inaugurates Solar project) હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન (solar power project at vapi) કર્યું હતું. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દ્વારકા (Dwarka solar tirthdham) પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે. રાજ્યના ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈના (Solar policy Gujarat Government) હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલાઈમેન્ટ ચેન્જના અનુસંધાને વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવા વડાપ્રધાનના સ્વપ્નને દેશમાં સાકાર કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

આ પણ વાંચો:નવા વર્ષ 2023ને આવકારવા માટેના સકારાત્મક વિચારો

મોટી પહેલ: વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ આ માટે ખાસ પહેલ કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે 40 કિલોવોટની સોલાર સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેનાથી દર વર્ષે વીજ બીલમાં 3.20 લાખની રાહત થશે. જે બાદ તેને બીજા તબક્કામાં વધુ ઉપયોગી બનાવવાની પહેલ પણ કરવામાં આવશે. કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌરઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જો કે સોલાર પેનલમાં મળતી સબસીડી સૌરઉર્જાના સંગ્રહ માટેની બેટરીમાં નથી મળતી ત્યારે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે કે નહીં તેના જવાબમાં કનું દેસાઈએ જણાવ્યું હતું કે, આ અંગે પોલિસી આવી રહી છે જે ટુંક સમયમાં જાહેર થશે.

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

આ પણ વાંચો:દમણની હોટેલોમાં યુવાધને ડાન્સ વિથ DJના સંગાથે 2022ને વિદાય આપી 2023ને કર્યું વેલકમ

શુભેચ્છા આપી:આજથી શરૂ થતું 2023નું વર્ષ તમામ માટે સારું, તંદુરસ્તી આપનારું પ્રગતિમય નીવડે તેવી શુભેચ્છા સાથે નવા વર્ષમાં બજેટની તૈયારી આરંભવામાં આવશે તેવું જણાવ્યું હતું. વાપીના સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે ઉભી કરેલી સોલાર પેનલ સિસ્ટમથી 40 કિલોવોટ વીજળી મેળવવામાં આવશે. જે માટે 125 નંગ પેનલનું માળખું ઉભું કરવામાં આવ્યું છે. જે દરરોજ 130 યુનિટ પાવર જનરેટ કરશે. કુલ 20 લાખના આ ખર્ચે ઉભા કરેલા પ્રોજેકટથી 8.20 રૂપિયા કિલોવોટ દીઠ વાર્ષિક 3.20 લાખના વીજબીલની બચત થશે. સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે દરરોજ 442 કિલોવોટ વીજળીની ખપત થાય છે. જેમાં 30 ટકા વીજળી સૌરઉર્જા દ્વારા પ્રાપ્ત થશે.

Last Updated : Jan 1, 2023, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details