ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્મચારીઓ તંદુરસ્ત રહે તે માટે કાલરા ગ્રૂપ દ્વારા વાપીમાં યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ - ક્રિકેટ ટૂર્નામેન્ટ

વાપી નજીક વલવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાલરા ગ્રુપની 6 જેટલી કંપનીઓનાં કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓએ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. કામદારોમાં ખેલની ભાવના વધે, ચુસ્તી સ્ફૂર્તિ જળવાય રહે તે આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ હતો.

કર્મચારીઓ તંદુરસ્ત રહે તે માટે કાલરા ગ્રૂપ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ
કર્મચારીઓ તંદુરસ્ત રહે તે માટે કાલરા ગ્રૂપ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ

By

Published : Jan 27, 2021, 11:00 AM IST

  • મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સ્ટાઈલ્સ કંપનીનાં કામદારો વચ્ચે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ
  • 6 ટીમનાં ખેલાડીઓએ બોલાવી હતી ચોગ્ગા છગ્ગાની રમઝટ
  • કર્મચારીઓમાં ફિટનેસ જળવાઈ રહે તે માટે કરાયું હતું ટૂર્નામેન્ટનું આયોજન

વાપી: વલસાડ જિલ્લાનાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ અને સેલવાસ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત કાલરા ગ્રુપની મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેકસ્ટાઈલ્સ, હિન્દુસ્તાન રબર જેવી 6 કંપનીઓનાં કર્મચારીઓ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના કામદારોએ પોતાનામાં રહેલી ક્રિકેટ પ્રતિભાનાં દર્શન કરાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી.

કર્મચારીઓ તંદુરસ્ત રહે તે માટે કાલરા ગ્રૂપ દ્વારા યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ
કર્મચારીઓમાં પારિવારિક ભાવના કેળવવાનો મુખ્ય ઉદ્દેશ

કંપનીઓના કર્મચારીઓમાં ખેલ ભાવના વધે, શારીરિક કસરત દ્વારા ચુસ્તી-સ્ફૂર્તિ મેળવી અદમ્ય ઉત્સાહ સાથે કંપનીમાં કામ કરી શકે તેમજ અન્ય કર્મચારીઓ સાથે પારિવારિક ભાવના કેળવાય તેવા ઉદ્દેશ્યથી કાલરા ગ્રૂપ ઓફ કંપની દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખીને આ તમામ ગ્રુપનાં કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કુલ 6 ટિમો વચ્ચે ક્રિકેટ મુકાબલો જામ્યો હતો.

વિજેતા ટીમ ટ્રોફી અને 21 હજારના ઇનામથી પુરસ્કારિત


વલવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેકસ્ટાઈલ્સ, રબરકો, હિન્દુસ્તાન રબર સહિત 6 જેટલી કંપનીઓના કર્મચારીઓમાંથી 6 ટીમ તૈયાર કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન કર્મચારીઓએ ક્રિકેટ પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં અને ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. મેચના અંતે વિજેતા ટીમને ટ્રોફી અને 21 હજારનું ઇનામ પણ કંપની મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details