વલસાડ: ગુજરાતની 181 વિધાનસભા બેઠકો માટેના ચૂંટણીના રસાકસીભર્યા જંગને લઇને કપરાડા બેઠક પર ભાજપે જીતુભાઇ ચૌધરીના નામની જાહેરાત કરી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના તમામ કાર્યકરો ભાજપ સંગઠનનો આભાર માને છે તેમજ આગામી ચૂંટણીમાં તેઓ વિકાસ કાર્યોના મુદ્દે પ્રચાર કરશે.
કપરાડા વિધાનસભા ચૂંટણી માટે નામ જાહેર થતા જીતુભાઇ ચૌધરીએ આપી પ્રતિક્રિયા - bjp candidate from kaprada seat
રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીના જંગ માટે વિધિવત રીતે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વલસાડની કપરાડા બેઠક ઉપર જીતુભાઇ ચૌધરીના નામની જાહેરાત થતા તેમણે આ અંગે ઇટીવી ભારતને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કપરાડા વિધાનસભા ચૂંટણી માટે નામ જાહેર થતા જીતુભાઇ ચૌધરીએ આપી પ્રતિક્રિયા
ઉલ્લેખનીય છે કે વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી કપરાડા બેઠક ઉપર છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસમાં જીતતા આવેલા જીતુભાઇ ચૌધરીએ કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદને લઈને રાજીનામુ આપી દીધુ હતું. જેના પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.