કપરાડા વિધાનસભાની બેઠક પર 4 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઇ ચૌધરીના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો,જીતુ ચૌધરી વર્ષ 1989માંસરપંચ તરીકે કાકડકોપર ગામથી ચૂંટાયા હતા.ત્યારબાદ તેઓ સતત 12 વર્ષથીકોંગ્રેસના સરપંચ તરીકે કાર્યરત રહ્યા હતા. સને 2000થી 2002 સુધી તાલુકા પંચાયત કપરાડા અધ્યક્ષ રહ્યાં છે, તો છેલ્લા 4 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકેકપરાડા વિધાનસભા બેઠક પર વિજય રહીને વલસાડ જિલ્લા કોંગ્રેસની પકડને જાળવી રાખી છે.
વલસાડ ડાંગ બેઠક માટે જીતુ ચૌધરીના નામ પર કોંગ્રેસની મહોર - election
વલસાડ: શહેરના ડાંગ બેઠક પર કોંગ્રેસ દ્વારા અનેક અટકળો બાદ કોંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના નામ પર મોહર લાગી છે. જેને લઈને વલસાડમાં હવે ચૂંટણી માટે મહત્વનું કહી શકાય એવું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોકે જીતુભાઇ ચૌધરીને ઉમેદવાર તરીકે નામ ઘોષિત કરવામાં આવતા તેમના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.

ફાઈલ ફોટો
ત્યારે કોંગ્રેસ દ્વારા ફરીથી ધારાસભ્ય સુધીની સફરમાં સમગ્ર વલસાડમાં લોકો સુધી પહોંચનારને ફરીથી કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તેમને શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ગતવર્ષે ભાજપના ડૉ.કે. સી. પટેલજંગી લીડથી હારી ગયેલા, જેમાં કિશન પટેલનું નામ પણ ચર્ચામાં હતું. તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ પણ ચર્ચામાં હતું. જોકે વલસાડ ડાંગ બેઠક માટે નામ જાહેર થતા રાજકારણ ગરમાયું છે.