SOG સમક્ષ પોતાની વાત રજૂ કર્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, 'સરકારની મને ફસાવવાની ચાલ છે. અત્યાર સુધી અનેક લોકોએ શાળા વિરૂદ્ધ ટ્વીટ કર્યા છે, પરંતુ મને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. વડોદરા પૂરગ્રસ્તો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરતાં જીજ્ઞેશે જણાવ્યું હતુ કે, સરકાર પૂરગ્રસ્તોના વ્હારે આવે તે જરૂરી છે. પરંતુ સરકાર ક્યાંક તેમાં ઉણી ઉતરી છે.
ટ્વીટ વિવાદ: જીજ્ઞેશ મેવાણી વાપી SOGમાં થયાં હાજર, મીડિયા સમક્ષ સરકારને લીધી આડે હાથ - વાપી
વલસાડઃ વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા ટ્વીટર પર વલસાડની એક શાળાના નામે વીડિયો મૂકવામાં આવ્યો હતો. જે બાબતે સ્કૂલના સંચાલકોએ આ વીડિયો પોતાની શાળાનો ન હોવાથી જીજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે મુદ્દે જીજ્ઞેશ મેવાણી આજે વાપી SOGમાં ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
ખોટા ટ્વીટ બદલ જીજ્ઞેશ મેવાણીની વાપી SOGમાં થયાં હાજર, મીડિયા સમક્ષ સરકારને લીધી આડે હાથ
વાપીના પ્રદૂષણ માટે તેમણે ઉદ્યોગકારો અને સરકારને જવાબદાર ઠેરવી સરકારને આડે હાથ લીધી હતી. તેમજ ટ્રિપલ તલાક અને NMC બિલ મુદ્દે કહ્યું હતું કે, 'સડકે સુમશાન હો ગઈ ઔર સંસદ આવારા હો ગઈ હૈ'. ભાજપની સરકાર જે પણ કરે છે તે પોતાની મરજી પ્રમાણે કરી છે. દેશમાં વિરોધપક્ષના અભાવને કારણે ભાજપ અને તેના નેતાઓ બેફામ બની ગયા છે.