સાંજના સમયે ધરમપુર નજીકમાં આવેલ મોહપાડા ગામે મૂળભાટા ઘાટ ઉપર જીપ ચાલકે કાબૂ ગુમાવતા જીપ ઘાટ ઉપરથી પલટી 150 ફૂટ ઊંડી ઉતરી ગઈ હતી. જેમાં સવાર 10થી વધુ લોકો પૈકી જીપ ચાલક ગંગાભાઈ દેવુભાઈ ચૌહાણ અને સોમીબેન થોરાટનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યાર બાદ 6 લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
ધરમપુરના મોહપાડા ઘાટ પરથી જીપ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત 9 ઘાયલ
વલસાડઃ જિલ્લાના ધરમપુરના મોહપાડા નજીક જીપ ચાલકે ઘાટ ઉપર કાબૂ ગુમાવતા જીપ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ઊંડી ખીણમાં જીપ ખાબકતા 2ના મોત જયારે 9ને ઈજાઓ થતા પહેલા ધરમપુર અને ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
VLD
નોંધનીય છે કે, હાલ ચોમાસા દરમિયાન અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તારમાં આવેલ ઘાટ રોડ ઉપર વાહનો ખૂબ સાવધાની પૂર્વક ચલાવવા જોઈએ નહીં તો અન્યની જિંદગી પણ જોખમમાં મુકાય છે. મોહપાડા નજીક અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે.