JCI ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ JC શિરીષ ડૂન્ડુએ ઝોન 8ની મલ્ટી ચેપ્ટર સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુરુવારે બલીઠાના ગરીબ સગર્ભા બહેનો, 0 થી 1 વર્ષના બાળકો અને જરૂરિયાતમંદ કુટુંબોને મિશન - 2019 પ્રોજેક્ટ અંતર્ગત 250થી વધુ મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું.
વાપીમાં JCIનો આરોગ્ય સમીક્ષા કાર્યક્રમ યોજાયો, આરોગ્યલક્ષી જાણકારીથી માહિતગાર કર્યા - shirish dunde
વાપી: વાપી સહિત સમગ્ર દેશમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ JCI (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ)સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ શિરીષ ડૂન્ડુ ગુરુવારે વાપી સહિત વલસાડ જિલ્લામાં JCI દ્વારા ચાલતી સામાજિક સેવાકીય પ્રવુતિના કાર્યક્રમોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે શિરીષ ડૂન્ડુએ જણાવ્યું હતું કે, JCIનો મુખ્ય ઉદ્દેશ સામાજિક જાગૃતિનો અને લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લઇ આવવાનો છે. આ માટે વધુમાં વધુ લોકો JCI સાથે જોડાય તેવી અપીલ કરી હતી.
JCI ના નેશનલ પ્રેસિડેન્ટે લીધી વાપીની મુલાકાત
કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખની ઉપસ્થિતિમાં JCI વાપીનો મેગા પ્રોજેક્ટ કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ, વાપી ડાન્સ પ્લસ, ડાન્સ વર્કશોપ અને કોમ્પીટીશનનું પ્રમોશન તથા નવા JCI મેમ્બરની શપથવિધિ યોજાઈ હતી.