વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને દરેક સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી હતી. જેને પગલે આવક અને જાતિના દાખલાઓ મેળવવા માટે શરૂ કરવામાં આવેલું જનસેવા કેન્દ્ર પણ ગત તારીખ 21 માર્ચમાં બંધ કરી દેવામાં આવ્યું હતું, જે બાદ ૧૫ જૂનથી આ જનસેવા કેન્દ્ર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં દાખલા મેળવવા આવનાર ગ્રાહકે અગાઉથી ઓનલાઈન અરજી કરવી પડશે. રોજિંદા 200 જેટલા ગ્રાહકોને જરૂરિયાત મુજબના દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે. સોમવારે પ્રથમ દિવસે અનેક લોકો ઉત્સાહભેર જનસેવા કેન્દ્ર આવક અને જાતિના દાખલા મેળવવા માટે પહોંચ્યા હતા.
વલસાડમાં દોઢ માસ પછી શરૂ થયું જનસેવા કેન્દ્ર, ઓનલાઈન બૂકીંગ કરનારને જ મળશે દાખલો
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને દરેક સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી હતી. જેને પગલે આવક અને જાતિના દાખલાઓ મેળવવા માટે શરૂ કરવામાં આવેલું જનસેવા કેન્દ્ર પણ ગત તારીખ 21 માર્ચમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ 15 જૂનથી આ જનસેવા કેન્દ્ર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે.
ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઉપરથી આ બૂકિંગ ગ્રાહકોએ કરવાનું રહેશે જન સેવા કેન્દ્ર મેનેજરે જણાવ્યું કે, આ પ્રથમ દિવસે જન સેવા કેન્દ્ર ખુલતાની સાથે જ બે દિવસના બુકિંગ ફુલ થઇ ગયા છે. તેમણે કહ્યું કે, દર 30 મિનિટમાં 15 જેટલી એપ્લિકેશનો નીકળી શકે છે, મહત્વનું છે કે, હાલમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવક અને જાતિના તેમજ ઉન્નત વર્ગના દાખલાઓ તેમજ ડોમીસાઈલની જરૂર પડતી હોય છે. જેથી કરીને વધુ પડતો ધસારો હાલ જનસેવા કેન્દ્રમાં જોવા મળતો હોય છે, પરંતુ ઓનલાઇન બુકિંગ કર્યા બાદ જ ગ્રાહકોને હવે આવક જાતિ અને ઉન્નત વર્ગના દાખલાઓ લેવા એપોઈન્ટમેન્ટ લેવી પડશે.