વલસાડ: કોરોના વાઇરસની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકા કચેરીઓમાં જનસેવા કેન્દ્ર ફરીથી રાબેતા મુજબ સરકારી ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.
કોરોના કાળ: વલસાડ જિલ્લામાં જનસેવા કેન્દ્ર ગાઇડલાઇન મુજબ ફરીથી શરૂ કરાયા - જાતિનું પ્રમાણપત્ર
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. કોરોનાની મહામારીના કારણે અનેક સરકારી કચેરીઓ સંક્રમણના વધે તે માટે બંધ રાખવામાં આવી હતી. જો કે, વિવિધ પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલાની પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે મામલતદાર કચેરીમાં ચાલતી જનસેવા કેન્દ્રને ફરીથી શરુ કર્યા છે.
![કોરોના કાળ: વલસાડ જિલ્લામાં જનસેવા કેન્દ્ર ગાઇડલાઇન મુજબ ફરીથી શરૂ કરાયા Jan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8639306-thumbnail-3x2-vld.jpg)
પારડી મામલતદાર નીરવ પટેલે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોને પડતી મુશ્કેલી સરકારના ધ્યાને આવી છે. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે આવક અને જાતિના દાખલાની જરૂર પડે છે. જો આવા સમયે કચેરી બંધ હોય તો વિદ્યાર્થીઓને મુશ્કેલીઓના સામનો કરવા પડે. જેથી સરકારે જનસેવા કેન્દ્ર ફરીથી ગાઈડલાઇન મુજબ શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, પારડી મામલતદાર કચેરીમાં પણ આવક અને જાતિના દાખલા સાત બારની નકલ સહિતની વિવિધ સરકારી કામગીરી અને પ્રમાણપત્ર દાખલાઓ માટે લોકો હવે કોરોના કાળમાં પણ આવી રહ્યાં છે.