ગુજરાત

gujarat

By

Published : May 16, 2021, 9:00 PM IST

ETV Bharat / state

વાપીમાં તૌકતે વાવાઝોડાના પગલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

તૌકતે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં રવિવારે ભારે પલટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, વલસાડ જિલ્લાના વાપી સહિતના વિસ્તારમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક પવનની ગતિ વધતા લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.

વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

  • વાપીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
  • તૌકતે વાવાઝોડાને લઈને ભારે પવન ફૂંકાયો
  • પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ગભરાટ

વલસાડ: જિલ્લાના વાપીમાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે 5:30 વાગ્યા આસપાસ આવેલા પલટામાં ભારે પવન ફૂંકાયો હતો. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડયા બાદ અચાનક વરસાદ પણ વરસ્યો હતો. જેને લઈને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જ્યારે, સમગ્ર વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ ઘરમાં ભારે બફારા સાથે ગભરાટનો અનુભવ કર્યો હતો.

વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

આ પણ વાંચો:તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ઝાડની ડાળીઓ તૂટી અને છાપરા ઉડ્યા

વાપીમાં રવિવારે તૌકતે વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે વાપી સહિતના વિસ્તારમાં સાંજના 5:30 વાગ્યા આસપાસ ભારે પવન ફૂંકાયો હતો. પવનને કારણે કેટલાક વિસ્તારમાં ઝાડની ડાળીઓ તૂટવાના અને છાપરા ઉડવાના બનાવો બન્યા હતાં.

વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી

ભારે પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ઘર બહાર નીકળેલા લોકોમાં ગભરાટ ફેલાતા ભાગદોડ મચી હતી. ત્યારે, ભારે પવન સાથે અચાનક જ વરસાદ પણ વરસ્યો હતો. જેને લઈને રસ્તાઓ ભીના થયા હતાં. આથી લોકોનું માનવું છે કે, વાતાવરણમાં આવેલો પલટો તૌકતે વાવાઝોડાને લઈને આવ્યો છે.

વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

આ પણ વાંચો:તૌકતેથી ચેતજો: વાવાઝોડા સામે આ રીતે લઇ શકાશે તકેદારી પગલાં

વાવાઝોડા પહેલા જ વાપીમાં વરસાદ અને ભારે પવન

વાવાઝોડું હજુ વલસાડના દરિયા કિનારેથી ખૂબ જ દૂર છે તે પહેલાં જ ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોમાં વાવાઝોડું આવશે ત્યારે કેવી મુસીબત ઉભી થશે તેની દહેશત વ્યાપી રહી છે. ગાજવીજ સાથેના વરસાદ અને ભારે પવનને કારણે સમગ્ર વિસ્તારમાં લાઈટ પણ ગુલ થતા લોકોએ પોતાના ઘરોમાં બફારાનો અનુભવ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details