- વલસાડના ધમરપુરમાં બનશે સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાની સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
- ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં
- ભૌગોલિક પરિસ્થિતિ સ્થળના આધારે સાપમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે
- રાજ્યના પૂર્વ આદિજાતિ અને વન વિભાગના પ્રધાન ગણપત વસાવાએ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
- 3 કામગીરી વિનેમ કલેક્શન સેન્ટર, સાપ રેસ્ક્યૂ ટ્રેનિંગ, ડોક્ટર્સ માટે પ્રોટોકોલ અનુસાર સર્પદંશની સારવાર અંગે ટ્રેનિંગ અપાશે
- 3,000 સાપ રાખવા માટેની ક્ષમતા નક્કી કરવામાં આવી છે
વલસાડઃ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન આદિજાતિ અને વન વિભાગના તે સમયના પ્રધાન ગણપત વસાવાના સમયમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની મંજૂરી ગુજરાત વન વિભાગ સાથે મળી નક્કી કરવામાં આવી છે. ધરમપુરમાં સમગ્ર ભારતનું સૌપ્રથમ એવું સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવશે, જેમાં ધરમપુર અને તેની આસપાસમાં મળી આવતા અનેક ઝેરી સર્પોને પકડી લાવી તેમાંથી તેમનું ઝેર કાઢી એન્ટિવેનમ ઈન્જેક્શનનો પાવડર બનાવવામાં આવશે. તે પાવડર ઈન્જેક્શન બનાવતી કંપનીને પહોંચતું કરવાની કામગીરી અહીં કરવામાં આવશે.
આ પણ વાંચો-દ્વારકામાં રાજ્યની એક માત્ર ઈન્સ્ટિટ્યૂટ 15 વર્ષથી લોકોને scuba diving શિખવાડે છે, જાણો તેની કામગીરી
સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ માટે સરકારે 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે
ધરમપુરમાં બનવા જઈ રહેલા સૌપ્રથમ એવી સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ માટે સરકારમાં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અત્યાધુનિક મશીનરીઓ તેમ જ અહીં કામ કરનારા કર્મચારીઓ સંશોધન કરતાં કર્મચારીઓ તેમ જ સાપ પકડવા આવનારા રેસ્ક્યૂ અને વિશેષ તાલીમ આપવામાં આવશે. તેમના દ્વારા આસપાસના વિસ્તારમાંથી સાપ પકડી લાવવામાં આવશે અને આ ઈન્સ્ટિટયૂટને આપવામાં આવશે. જોકે, સાપ પકડીને લાવીને આપનારાઓને વળતર આપવાનું રહેશે.
સાપનું રેસ્ક્યૂ કરનારાઓ માટે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાશે
ધરમપુર અને તેની આસપાસના વિસ્તારના અનેક ગામોમાં સર્પદંશની ઘટનાઓ બનતી રહે છે અને ગ્રામીણ વિસ્તાર હોય મોટી સંખ્યામાં સાપ અનેકના ઘરમાં કે અન્ય સ્થળોએ મળી આવતા હોય છે. આવા સાપને પકડવા વિશિષ્ટ ટ્રેનિંગ પામેલા રેસ્ક્યૂ રો તૈયાર કરવામાં આવશે. આ માટે તેમને આ ઈન્સ્ટિટ્યૂટમાં વિશેષ ટ્રેનિંગ આપવાની રહેશે અને આ કાર્યક્રમ પણ અહીં આગળ ચલાવવામાં આવશે.