વલસાડઃ જિલ્લામાં ગઈકાલે 21 જેટલા કોરોનાના કેસ સામે આવ્યા બાદ રવિવારે વધુ 15 જેટલા કેસો સામે આવતા કોરોનાનો આંકડો જિલ્લામાં ઝડપી વધી રહ્યો છે. લોકોને આયુર્વેદિક ઉકાળો તેમજ કોરોનાથી કેવી રીતે બચી શકાય અને તેની તકેદારી કેમ રાખવી તે અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 12 કેસ વાપીમાં સામે આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ કેસ વલસાડ અને પારડી વિસ્તારના નોંધાયા છે.
વલસાડમાં કોરોનાના કેસ યથાવત, કુલ આંકડો 129 પર પહોંચ્યો વલસાડ જિલ્લામાં એક સાથે 21 જેટલા કોરોનાના કેસ આવતા ફફડાટ ફેલાયો છે, જ્યારે રવિવારે વધુ 15 જેટલા કેસો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ ચિંતિત બની છે અને તમામ વિસ્તારમાં ફરીને લોકોને જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં વાપી ખાતે બાર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ વલસાડ અને પારડીના હોવાનું સામે આવ્યું છે. સામે આવેલા 15 કોરોના પોઝિટિવ કેસની સાથે વલસાડ જિલ્લાનો આંકડો 129 ઉપર પહોંચ્યો છે, જ્યારે હાલમાં 60 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો છ જેટલા દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં આ જિલ્લામાં 48 જેટલા વ્યક્તિઓ સારવાર બાદ સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 5272 જેટલા દર્દીઓનું ટેસ્ટ કરવામાં આવ્યુ છે. જેમાં 5143 નેગેટિવ આવ્યા છે, જ્યારે 129 કેસ પોઝિટિવ આવ્યા છે.
નોંધનીય છે કે, એક સાથે 21 જેટલા કેસો સામે આવ્યા બાદ ફરીથી રવિવારે પંદર જેટલા કેસો કોરોના પોઝિટિવ સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં સમગ્ર ગંભીરતાને ધ્યાને લઇને લોકોમાં કોરોના અંગે જાગૃતતા લાવવા માટે તકેદારી કેવી રીતે રાખવી તે અંગેની સમજણ આપવામાં આવી રહી છે.