ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં કોરોનાના કેસ વધ્યા તો જવાબદાર વિલ્સન હીલ હશે, જાણો કેમ? - Lack of social distance

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 300ને પાર કરી ચુક્યો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસો ઘટવાને સ્થાને વધતા જઈ રહ્યાં છે. વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થતા વાતાવરણ રળિયામણું બન્યું છે, ત્યારે સુરત, વડોદરા જેવા શહેરોમાંથી પર્યટકો ધરમપુરના વિલ્સન હીલ ઉપર ઉમટી રહ્યાં છે. જો ધરમપુરમાં કોરોનાના કેસ વધશે તો તેના માટે જવાબદાર વિલ્સન હીલ હશે. કારણ કે, અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

valsad
વલસાડ

By

Published : Jul 11, 2020, 11:57 AM IST

વલસાડ: જિલ્લામાં એક તરફ જ્યાં કોરોના સંક્રમણને લીધે કેસ વધી રહ્યા છે, ત્યાં સુરત, નવસારી, વડોદરા, મહારાષ્ટ્ર જેવા સ્થળોથી પર્યટકોના કાફલા ધરમપુરમાં ઉમટી રહ્યાં છે. વહીવટી તંત્ર દરેક ચેકપોસ્ટ ઉપર તપાસ શરૂ કરવાની વાત કરી રહી છે, ત્યારે ધરમપુરમાં જ એટલા છીંડા છે કે, સંક્રમણ વધે તો નવાઈ નહીં.

રાજ્યમાં કોરોનાનો કેર ચાલી રહ્યો છે, ત્યારે કલેક્ટરના જાહેરનામા અનુસાર દુકાનો 4 વાગ્યે બંધ કરવાની હોય છે, પણ અહીં વિલ્સન હીલ ઉપર દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ધમધમે છે. ખુદ સરપંચ ગામના જવાબદાર નાગરિક પણ અહીં દુકાન ધરાવે છે. તેમ છતાં કોરોનાને રોકવા કોઈ પગલાં લેવાયા નથી અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે.

ધરમપુરમાં કોરોનાના કેસ વધ્યા તો જવાબદાર વિલ્સન હીલ હશે

અહીં આવનારા લોકો ન તો માસ્ક પહેરે છે કે, ન સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે. પાર્કિંગ માટે પૈસા ઉઘરણું કરતા યુવાનો પાસે પણ કોઈ સેનીટાઈઝરની વ્યવસ્થા નથી. આમ નવસારી, સુરત, વડોદરા, મહારાષ્ટ્થી આવતા લોકો જો કોઈ સંક્રમણ લઈને આવે તો અહીં કોરોનાના કેસોમાં સો ટકા વધારો નિશ્ચચિત છે. જ્યારે વિલ્સન હીલ એના માટે જવાબદાર બની શકે છે.

વલસાડ જિલ્લા કલેકટર દ્વારા આવા જાહેર સ્થળોને બંધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. નોંધનીય છે કે, શનિ-રવિના દિવસોમાં વિલ્સન હીલ ઉપર એટલી હદે લોકો ઉમટી પડે છે કે, અહીં પાર્કિંગ કરવાની જગ્યા પણ ઉપલબ્ધ નથી રહેતી. કોરોના કેર વચ્ચે પણ લોકો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details