વલસાડઃ પારડી શહેરમાં તળાવની કિનારે રમતા બાળકો માથી એક બાળક તળાવમાં ઉતરવા જતા ઢાળ ઉપરથી અચાનક પગ લપસી જતા સીધું તળામાં ખાબક્યું હતુ. જેને જોઈ બીજા બાળકો બુમાબુમ કરતા ત્યાં ચિકનસોપ ચલાવતા યુવાને પોતાની જાનની પરવા કર્યા વિના તળાવમાં ઝંપલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.
પારડી શહેરનું ઐતિહાસિક 99 એકરનું તળાવનું બ્યુટીફીકેશનનું કામ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. બ્યુટીફીકેશન અંતર્ગત તળાવને દમણીઝાંપા કુંભારવાડ તરફનુ ઉંડું કરવામાં આવ્યું છે અને તળાવ ઉંડું કર્યા બાદ કેટલાક સ્થળે લોખંડની ગ્રીલ પણ લગાવવામાં આવી છે. અને કેટલાક સ્થળે છોડી દેવામાં આવી છે આજે છોડી દેવાયેલી ગ્રીલ પાસે આજે 4 જેટલા બાળકો રમતાં રમતાં પહોચી ગયા હતા અને રમતાં ચાર બાળકો પૈકી એક 6 વર્ષનો ક્રિષ્ના શિવમ ગુપ્તા ન લાગેલી ગ્રીલ પાસેથી તળાવમાં ઉતરવા રાખેલા ઢાળ પરથી તળાવમાં ઉતરી તળાવના પાણીમાં ગબડી ડૂબવા લાગ્યો હતો. જેને લઈ સાથે રમતાં બાળકોએ બૂમા બૂમ કરી મૂકી હતી અને આ બૂમ સાંભળી તળાવની પાળ પાસે ચિકન શોપ ચલાવતો નાઝીર ખલીફા દોડી ગયો હતો અને તેને તરતા ન આવડતું હોવા છતાં બાળકને બચાવવા તળાવમાં કૂદી પડ્યો હતો.