- યુવકે હિન્દુ હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા
- યુવતીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી તેની પાસે નગ્ન વીડિયો મંગાવ્યા
- યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે જબરજસ્તી સંબંધ બાંધવા દબાણ
વલસાડ:વાપી નજીકના સલવાવ ગામે રહેતા એક પરિણીત યુવકે પોતાનું મૂળ નામ વસીમ હોવા છતાં ફરિયાદી યુવતીને પોતાનું નામ પ્રેમ સિંઘાનિયા હોવાનું જણાવી યુવતી સાથે મિત્રતા કેળવી યુવતીને જણાવ્યું હતું કે, તેને મુસ્લિમ માતા-પિતાએ દત્તક લીધો છે જેથી ઘરમાં મુસ્લિમ ધર્મની વાતચીત ચાલતી હોય છે. આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત, યુવક શબનમ નામની યુવતી સાથે લગ્ન કરી ચુક્યો છે.
પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા આ પણ વાંચો:પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકાએ પ્રેમીએ લીધો મિત્રનો જીવ
યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી
સાયબર ક્રાઇમ પોલીસે યુવતીની ફરિયાદ બાદ ઝડપી પાડેલા યુવક વસીમ કમાલ મન્સૂરી ઉર્ફે પ્રેમ સિંઘાનિયા પોતે પરિણીત હોવા છતાં યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી હતી. યુવક પરિણીત હોવા છતાં આ યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી અવારનવાર તેને બ્લેકમેલ કરી રહ્યો હતો.
નગ્ન વીડીયો મંગાવવા માટે અવાર-નવાર દબાણ
ફરિયાદી યુવતીને આ યુવકની સમગ્ર હકીકત ખબર પડે તે પહેલા જ આ યુવકે પોતાનો એક નગ્ન વીડીયો યુવતીને મોકલી આપ્યો હતો અને બાદમાં યુવતી પાસે પણ તેનો નગ્ન વીડીયો મંગાવવા માટે અવાર-નવાર દબાણ કરતો હતો. આ ઉપરાંત, પોતે મરી જશે એવી ધમકી પણ આપતો હતો જેથી આ યુવતીએ તેની વાતમાં આવીને પોતાનો નગ્ન વીડિયો યુવકને મોકલ્યો હતો. વિધર્મી યુવકની પત્ની દ્વારા યુવતીના માતા-પિતાને વીડિયો મોકલી આપવાની ધમકી આપી યુવક દ્વારા યુવતીને શારીરિક સંબંધ બાંધવા અવાર-નવાર દબાણ કરવામાં આવતું હતું.
આ પણ વાંચો:ટુકવાડાના ક્લબ હાઉસમાં યુવતીને જોઈ હાઉસ કિપરે અશ્લિલ હરકત કરતા પોલીસે કરી ધરપકડ
યુવતી સાયબર ક્રાઇમ પોલીસમાં કરી ફરિયાદ
યુવતીને તેનો નગ્ન વીડિયો પિતા અને પરિવારને મોકલી દેવાની અવાર-નવાર ધમકી આપી રહેલા વસીમ અને તેની પત્ની સબનમના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગયેલી યુવતીએ આખરે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું શરણું લીધું હતું. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ વિધર્મી યુવક વસીમ અને તેની પત્ની સબનમ બન્નેની અટક કરી લીધી હતી. આ ઉપરાંત, બન્ને સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવકના મોબાઈલમાંથી બન્નેની નગ્ન ક્લિપ જપ્ત કરી
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સમગ્ર કેસમાં વિધર્મી યુવક અને તેની પત્નીની ધરપકડ બાદ આ બન્ને પાસેથી તેમના મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે અને યુવતીની વીડિયો ક્લિપ અને આરોપી યુવકની વીડિયો ક્લિપ પણ મોબાઈલમાંથી કબજે લેવામાં આવી છે. આમ, આ બન્નેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.