ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં "સાત પગલા ખેડૂત કલ્યાણ " યોજના અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને મળ્યો લાભ - Gujarat News

વલસાડ જિલ્લામાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા "સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના" અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરી મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વાપીમાં સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને મળ્યો લાભ
વાપીમાં સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને મળ્યો લાભ

By

Published : Sep 27, 2020, 9:18 AM IST

વાપીઃ સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લામાં પણ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા વાપીમાં 2500 જેટલા લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું વિતરણ અને મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયા અને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લામાં વાપીમાં વીઆઇએ હોલમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયા અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા "સાત પગલાં ખેડૂત કલ્યાણ " યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા ત્રણ તાલુકાના 2500 જેટલા ખેડૂતોને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું વિતરણ અને મંજૂરી પત્રો એનાયત કર્યા હતા.

વાપીમાં સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને મળ્યો લાભ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે વાવણીથી લઈને વેચાણ સુધીના વિવિધ 7 આયામોના સાત પગલા અંતર્ગત શાકભાજી અને ફળના વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી અને લેટેસ્ટ હેન્ડ ટુલ્સ કીટનું વિતરણ કર્યું હતું. જંગલી પશુઓથી પાકના રક્ષણ માટે કાંટાળી તારના વાડની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. પારડી વાપી અને ઉંમરગામ તાલુકાના લાભાર્થીઓને મંજૂરીપત્ર પણ એનાયત કરાયા હતા. જેમાં ત્રણ તાલુકાના 2500 લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા.
વાપીમાં સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 2500 જેટલા ખેડૂતોને મળ્યો લાભ
આ પ્રસંગે હાલમાં રૂપાણી સરકારે ખેડૂતો માટે 3700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો બાકાત રહ્યા છે. જે અંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે, આ જાહેરાત જે જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ પડયો હોય તેવા જિલ્લાના ખેડૂતો માટે છે. જ્યારે વલસાડ જિલ્લામાં સરેરાશ 80 થી 100 ઇંચ વરસાદ પડેલો છે એટલા માટે જો આ વિસ્તારમાં અતિવૃષ્ટિ કે વાવાઝોડાં જેવી કુદરતી આફત આવે તો, સરકારે સહાય આપવાની ખાતરી આપી છે. પરંતુ આવી કોઈ પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં દેખાતી નથી.આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારીઓ, જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પારડી તાલુકા પંચાયત પ્રમુખ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details