ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં દારૂની બાતમી આપતો હોવાનો વહેમ રાખી બુટલેગરે GRDની બાઇકને આગ ચાંપી

વલસાડ જિલ્લાના મોહનગામ ગામે બુટલેગરે પાડોશી GRD (gram Rakshak dal) જવાન દારૂની બાતમી પોલીસને આપતો હોવાનો વહેમ રાખી તેની 2 બાઇકને આગ ચાંપી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બાઇક સળગાવનાર બુટલેગર સંદીપ મનુ પટેલની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

vapi
વલસાડમાં દારૂની બાતમી આપતો હોવાનો વહેમ રાખી બુટલેગરે GRDની બાઇકને આગ ચાંપી

By

Published : Sep 14, 2020, 12:39 PM IST

વલસાડ: જિલ્લાના વાપી નજીક આવેલા મોહનગામમાં રહેતા અને ભિલાડ પોલીસ મથકમાં GRD તરીકે ફરજ બજાવતા હરીશ ધોડી ફરજ પર હતો. ત્યારે રાત્રે તેમના ઘરે રહેલી 2 બાઇકને પાડોશી બુટલેગર યુવાને સળગાવી દીધી હતી. આ અંગે હરીશ ધોડીના પુત્ર યોગેશ ઘોડીએ જણાવ્યું હતું કે, આ બાઇક ગામમાં રહેતા અને દારૂનો ધંધો કરતા સંદીપ પટેલે સળગાવી હતી. તેમને એવો વહેમ છે કે, તેના દારૂના ધંધાની બાતમી GRD જવાન આપે છે.

વલસાડમાં દારૂની બાતમી આપતો હોવાનો વહેમ રાખી બુટલેગરે GRDની બાઇકને આગ ચાંપી
આ અંગે ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભિલાડ પોલીસે ફરિયાદ નોંધી બાઇક સળગાવનાર સંદીપની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. જેમાં તે ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આરોપી બુટલેગર અગાઉ દારૂની તસ્કરીમાં ઝડપાયો હતો. તેમજ અનેક ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે. હાલમાં પોતાની ભિલાડ પોલીસ મથકમાં GRD તરીકે નોકરી કરતા હરીશ ધોડી ઉપર દારૂ સંદર્ભે બાતમી આપતો હોવાની શંકા સેવી GRD પોલીસ કર્મીની બાઈક સળગાવી ધાક-ધમકીનો માહોલ ઉભો કરવાની કોશિષ કરી છે.

ABOUT THE AUTHOR

...view details