- LCB એ 2 મોબાઈલ ચોરને દબોચી લીધા
- લોકોના હાથમાંથી મોબાઈલ ખેંચી ફરાર થઈ જતા હતાં
- 5 મોબાઈલ એક બાઇક ઝપ્ત કર્યું
વાપી : વાપી વિસ્તારમાં વહેલી સવારે કામકાજ પર નીકળતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી ભાગી જતા 2 મોબાઈલ ચોરને LCB ની ટીમે ઝડપી પાડી 5 મોબાઈલ, એક બાઇક મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં ગુંજનથી મોબાઇલ ખેંચનારા 2 આરોપી ઝડપાયા વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ ગુરૂવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે GIDC ટેલીફોન એક્ષ્ચેંજ રોડ ઉપરથી પલ્સર બાઇક Hર આવતા આરોપી વિકાસકુમાર પંચુ નિશાદ અને સચીન કિશન ખંડારેને અટકાવી ચકાસણી કરતા અલગ અલગ કંપનીના 95000 રૂપિયાના 5 એન્ડ્રોઇડ તથા 50 હજારનું બાઇક મળી કુલ 1,45,000 રૂપિયા અંગે પુરાવો માંગતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. વાપીમાં ગુંજનથી મોબાઇલ ખેંચનારા 2 આરોપી ઝડપાયા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ખેંચી ભાગી જતા હતા જેથી બંનેની સઘન પૂછપરછમાં એક ફોન તેમણે વાપી ગુંજન સ્થિત જોધપુર સ્વીટના માલિકના હાથમાંથી ઝૂંટવ્યા અને અન્ય ફોન ઉમરગામ,સંજાણ, સરીગામ જીઆઇડીસી વિસ્તારમાંથી વહેલી સવારે રાહદારીઓના હાથમાંથી સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે બન્ને મોબાઈલ ચોર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.