વલસાડઃ કોરોનાની મહામારી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી છે તેમ છતાં પણ વહીવટી તંત્રના નિયમોનુ લોકો પાલન કરતા નથી. ત્યારે વલસાડ શહેરથી રવિવારે ૩૦ થી વધુ મજુરોને ઘેટા બકરાની જેમ ભરીને આણંદ લઈ જઈ રહેલા એક ટેમ્પોને પોલીસે અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 30 મજૂરો ભરી આણંદ જતો ટેમ્પો પોલીસે અટકાવ્યો
કોરોનાની મહામારી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અપીલ કરી છે તેમ છતાં પણ વહીવટી તંત્રના નિયમોનુ લોકો પાલન કરતા નથી. ત્યારે વલસાડ શહેરથી રવિવારે ૩૦ થી વધુ મજુરોને ઘેટા બકરાની જેમ ભરીને આણંદ લઈ જઈ રહેલા એક ટેમ્પોને પોલીસે અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રવિવારે ધરમપુર ચોકડી નજીક થી એક આઇસર ટેમ્પોને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં 30 થી વધુ શ્રમિકો મળી આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના જ ઘેટાં બકરા ની જેમ ભરી ને શ્રમિકોને વલસાડ થી આણંદ લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે તે દરમિયાન જ રૂરલ પોલીસે ટેમ્પો અટકાવીને ટેમ્પો ચાલક સામે કાયદેસર કરુવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે હાલ લોકડાઉનને કારણે સરકાર દ્વારા લોકડાઉનની ચુસ્ત પણે પાલન કરવાનો હુકમ હોવા છતાં પણ આવા નિયમોને નેવે મૂકીને ટેમ્પો ચાલક શ્રમિકોને લઇ ને જઇ રહ્યો હતો. નોંધનીય છે કે હાલ તો વલસાડ રૂરલ પોલીસે ટેમ્પો ચાલકને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.