વલસાડ: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક પરિવારને રાશન(Pandit Deendayal Consumer Store Scheme ) મળે એ માટે હાલ સસ્તા અનાજની દુકાનમાં દર માસે 15 તારીખ સુધીમાં અનાજના ગોડાઉન થી રાશન પહોંચતુ(Central Government Ration Scheme ) કરવાનું હોય છે. જેના સ્થાને હાલમાં માસની 27 થી 29 તારીખ વચ્ચે વલસાડ વાપી અને પારડીની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચતા દુકાનદારો ગ્રાહકોને જવાબ આપી આપીને થાકી ગયા છે. વળી એની પાછળનું કારણ નવા કોન્ટ્રકટર પાસે ટાંચા સાધનો અને મજૂરોનો અભાવ હોવાની ચર્ચા ઉઠી રહી છે.
નવી કંપનીને કોન્ટ્રાકટ આપવમાં આવતા દુકાનદારો પરેશાન
વલસાડ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનો પૈકી પારડી 95 દુકાનો તેમજ (Cheap ration shop )વાપી અને વલસાડ જિલ્લાની વલસાડ તાલુકાની 120 દુકાનો માટે વલસાડ પુરવઠા વિભાગ દ્વારા તારીખ 3- 11 -2021 ના રોજ રામ કુમાર યાદવ નામની કોન્ટ્રાક્ટર કંપનીને સરકારી અનાજના ગોડાઉન ઉપર થી અનાજ ભરી સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવાની કામગીરીનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ આ નવી કંપની દ્વારા 11માં મહિનામાં કામ શરૂ કરવામાં આવ્યું નહીં અને 12માં મહિના બાંધકામ શરૂ કરવામાં આવતા તેની સામે દુકાનદાર ઓહાપો મચાવ્યો હતો. જેને લઈને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તે દરમિયાન જૂના કોન્ટ્રાક્ટરને જ કામ સોંપવામાં આવ્યું જેથી લોકોને મોડેમોડે અનાજ પહોંચ્યું. પરંતુ જાન્યુઆરી માસમાં ફરીથી રામકુમાર યાદવને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા જાન્યુઆરીની 8 તારીખથી અત્યાર સુધીમાં વાપી પારડી અને વલસાડની સરકારી અનાજની દુકાનોમાં હજુ સુધી કેટલીક દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચ્યો નથી તો ગત મહિનામાં જ્યાં તારીખ 15 થી 20 દરમિયાન અનાજનો જથ્થો પહોંચી જવું જોઈએ એના સ્થાને માસની આખર તારીખ એટલે કે 27 થી 29 દરમિયાન અનાજનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો.
માસના અંતે અનાજ નોજથ્થો પોહચતો થતા દુકાનદારોને વિતરણ માટે હાલાકી
નવી એજન્સીને આપેલા અનાજ સપ્લાય કરવાના કામકાજ ને પગલે સરકારી અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો માસના અંતિમ તારીખ 27, 28 , 29 દરમિયાન દુકાન સુધી પહોંચતો કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સસ્તા અનાજની દુકાન ચલાવનારાઓને પરેશાની ભોગવવી પડી રહી છે દુકાન નું કહેવું છે કે જો 27 તારીખ સુધીમાં અનાજ દુકાન સુધી પહોંચે તો આ જથ્થાને કોમ્પ્યુટર રાઈઝ કરવા માટે 24 કલાક જેટલો સમય લાગે છે અને તે બાદ જ તેઓ ઓનલાઇન રસીદ કાઢવી કે અન્ય ગ્રાહકોને તેઓ અનાજનો જથ્થો આપી શકતા હોય છે. જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો 27 તારીખે અનાજનો જથ્થો આવે તો 28 તારીખે તેઓનું અનાજનો જથ્થો ઓનલાઇન પોર્ટલ ઉપર દર્શાવી શકાય છે અને 29 તારીખ દરમિયાન તેઓ વિતરણ વ્યવસ્થા શરૂ કરી શકે છે. જેને લઈને તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વળી એમાં પણ જો ઇન્ટરનેટ વ્યવસ્થા ખોરવાઈ તો તેઓને પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે.