વલસાડ: સમગ્ર વિશ્વના અનેક દેશોમાં સામાજિક કાર્ય માટે શાખા ધરાવતી રોબિન હુડ આર્મી દ્વારા કોરોનાના કાળ દરમિયાન મિશન એમ 30 એટલે કે 10 દેશોમાં 3 કરોડ લોકો સુધી પહોચીને અનાજ અને ભોજનની કીટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
રોબિન હુડ આર્મીએ મિશન એમ 30 અંતર્ગત 60 હજાર લોકોને ભોજન અને રાશન કીટનું વિતરણ કર્યું આ પૈકી વલસાડ જિલ્લામાં આવેલ રોબિન હુડ આર્મીના સભ્યો અને સમાજ દળના સભ્યો દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અને ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં 100 કિમિ ઊંડે સુધી પહોંચીને જરૂરિયાત મંદ લોકોને સૂકું અનાજ દાળ ચોખા ઘઉં તેલ કઠોળ મસાલા જેવી ચીજો જે એક માસ સુધી ચાલી શકે એટલો જથ્થો વ્યક્તિ દીધી વહેંચણી કરવામાં આવી છે.
વલસાડમાં રોબિન હુડ આર્મીના સભ્યોએ 60 થી 70 હજાર લોકોને અનાજ કીટ વિતરણ કર્યું વલસાડ જિલ્લામાં રોબિન હુડ આર્મીના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 60થી 70 હજાર લોકો સુધી મદદ પહોંચતી કરી છે. લોકડાઉન દરમિયાન અનેક એવા અંતરિયાળ ગામો હતાં. જ્યાંના લોકો બજાર બંધ હોવાથી ખરીદી માટે આવી શકતા ન હતા અને લોકોના ઘરોમાં તેલ અને મસાલા પણ ખૂટી પડ્યા હતાં. આવા સમયે ગામમાં પોહચેલી રોબિન હુડ આર્મીના સભ્યો દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી.
રોબિન હુડ આર્મીએ મિશન એમ 30 અંતર્ગત 60 હજાર લોકોને ભોજન અને રાશન કીટનું વિતરણ કર્યું નોંધનીય છે કે, વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલી રોબિન હુડ આર્મીમાં વલસાડમાં પણ અનેક યુવક યુવતીઓ કાર્યરત છે. લોકડાઉન દરમિયાન ભોજન કીટ અને રાશન કીટનું તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.