ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ આવેલા અભિનેતા મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા અધિકારી સહિત લોકોએ 20 પુશ-અપ - કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી

રન ફોર યુનિટી (Run for Unity) અંતર્ગત મુંબઈથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે એકતાના સંદેશ સાથે નીકળેલા ફિલ્મ અભિનેતા મિલિંદ સોમન વલસાડ પહોંચ્યા છે. ત્યારે અહીં ઉપસ્થિત અધિકારીઓએ તેમની સાથે સેલ્ફી લેવા આગ્રહ કર્યો હતો, પરંતુ અભિનેતાએ સેલ્ફી લેવા પહેલા દરેક લોકો પાસે એવી શરત રાખી કે લોકોને મોંઘું પડી ગયું.

વલસાડ આવેલા અભિનેતા મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા અધિકારી સહિત લોકોએ 20 પુશ-અપ
વલસાડ આવેલા અભિનેતા મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા અધિકારી સહિત લોકોએ 20 પુશ-અપ

By

Published : Aug 20, 2021, 2:21 PM IST

  • અભિનેતા સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં સરકારી અધિકારીઓએ દંડ મારવા પડ્યા
  • અભિનેતા સાથે સેલ્ફી લેવાની ઘેલછામાં અધિકારીઓએ જાહેરમાં દંડ માર્યા
  • માર્ગમાં શિક્ષણ વિભાગના મહિલા અધિકારી મામલતદાર સહિતના લોકોએ પણ દંડ માર્યા
  • દંડ માર્યા પછી સેલ્ફી લીધા બાદ તેઓ ફિઝિકલી ફિટ હોવાનું પણ જણાવ્યું

વલસાડઃ રન ફોર યુનિટી (Run for Unity) અંતર્ગત મુંબઈથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Kevadia's Statue of Unity) માટે એકતાના સંદેશ સાથે નીકળેલા ફિલ્મ અભિનેતા મિલિંદ સોમન વલસાડ પહોંચ્યા છે. ત્યારે અહીં ઉપસ્થિત અધિકારીઓએ તેમની સાથે સેલ્ફી લેવા આગ્રહ કર્યો હતો, પરંતુ અભિનેતાએ સેલ્ફી લેવા પહેલા દરેક લોકો પાસે એવી શરત રાખી કે લોકોને મોંઘું પડી ગયું હતું, પરંતુ અભિનેતાએ સેલ્ફી લેવા પહેલા દરેક પાસે 20 જેટલા પૂશઅપ કરાવતા અનેક આધિકારી સેલ્ફી લેવા જાહેર માર્ગ ઉપર પૂશઅપ કરતા જોવા મળ્યા હતા, જેમાં મહિલા અધિકારીઓ અને મામતદાર પણ સેલ્ફી પહેલા દંડ મારતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-બોલીવુડ અભિનેતા મિલિન્દ સોમનએ મુંબઈથી શરૂ કરી ' રન ફોર યુનિટી ' , 22 ઓગસ્ટે પહોંચશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 'રન ફોર યુનિટી' દોડ લઈ મુંબઈથી નીકળેલા અભિનેતા વલસાડ પહોંચ્યા

આ યાત્રાના ભાગરૂપે મિલિંદ સોમન વલસાડમાં પ્રવેશ કરતાં તેમનું વલસાડ શહેરના ધરમપુર ચોકડી ખાતે વલસાડના પ્રાન્ત અધિકારી નિલેશ કુકડિયાએ બુકે આપીને સ્‍વાગત કર્યુ હતું. નિલેશ કુકડિયાએ સોમનને તેમની યાત્રાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષાણાધિકારી કે. એફ. વસાવા, રમગ-ગમત અધિકારી મહેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ, મામલતદાર મનસુખ વસાવા તેમ જ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

માર્ગમાં શિક્ષણ વિભાગના મહિલા અધિકારી મામલતદાર સહિતના લોકોએ પણ દંડ માર્યા

આ પણ વાંચો-અભિનેતા મિલિંદ સોમનની રન ફોર યુનિટી દોડ સુરત જિલ્લામાં પ્રવેશી

21 ઓગસ્ટે યાત્રા કેવડિયા પહોંચશે

સ્ટેચ્‍યૂ ઓફ યુનિટી (Statue of Unity)ના માધ્‍યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા બોલિવુડના પ્રખ્‍યાત મોડેલ, એક્ટર મિલિંદ સોમને તેમની રન ફોર યુનિટિની યાત્રા 17 ઓગસ્ટથી શિવાજી ચોક મુંબઈથી સાંજે 5 વાગ્યે શરૂ કરી હતી. તેઓ 21મી ઓગસ્ટે સાંજે 5 વાગ્યે કલાકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે.

અભિનેતા મિલિંદ સોમન સાથે સેલ્ફી લેવા 20 દંડ મારવા પડ્યા

અભિનેતાના સ્વાગત બાદ અનેક લોકોએ અભિનેતા સાથે સેલ્ફી પડાવવા માટે ઉત્સાહિત બન્યા હતા. ખાસ કરીને શિક્ષણ વિભાગની મહિલા અધિકારીઓમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. જોકે, મિલિંદ સોમણે સેલ્ફી એની સાથે જ પડાવશે, જે 20 જેટલા દંડ મારશે એવું કહેતા મામલતદાર મનસુખ વસાવા સહિત અનેક સરકારી અધિકારી જાહેર માર્ગમાં દંડ મારતા જોવા મળ્યા હતા. જોકે સમગ્ર બાબતે અધિકારીઓમાં સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની હતી.

ABOUT THE AUTHOR

...view details