- ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ વલસાડમાં વર્ષ 2021-22નું જિલ્લાનું આયોજન
- જિલ્લાના છ તાલુકાના વિકાસ માટે 4,398 લાખ રૂપિયાના 1,107 કામ મંજૂર કરાયા
- વલસાડના પ્રભારી પ્રધાન કિશોર કાનાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વલસાડઃ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં પ્રધાને વર્ષ 2021-22ના ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ 4,398.93 લાખ રૂપિયાના 1,107 કામો માટેના આયોજનને મંજૂરી આપી હતી, જે અંતર્ગત વલસાડ તાલુકાના અટગામ પોકેટના 141 કામો માટે 334.96 લાખ રૂપિયા, રોણવેલ પોકેટના 128 કામો માટે 284.32 લાખ રૂપિયા, પારડી તાલુકાના 157 કામો માટે 482.65 લાખ રૂપિયા, વાપી તાલુકાના 126 કામો માટે 264.79 લાખ રૂપિયા, ધરમપુર તાલુકાના 175 કામો માટે 812.70 લાખ રૂપિયા, કપરાડા તાલુકાના 229 કામો માટે 1665.20 લાખ રૂપિયા અને ઉમરગામ તાલુકામાં 151 કામો માટે 554.31 લાખ રૂપિયાના વિવિધ કામો જુદા જુદા સદરે મંજૂર કરવામાં આવ્યા છે.
પાક કૃષિના 83 કામને પણ આપવામાં આવી મંજૂરી
પાક કૃષિના 83 કામો માટે 411.77 લાખ રૂપિયા, હોર્ટિકલ્ચરના 7 કામો માટે 16.93 લાખ રૂપિયા, ભૂમિ અને જળ સંરક્ષણ હેઠળ 7 કામો માટે 0.11 લાખ રૂપિયા, પશુપાલનના 56 કામો માટે 159.28 લાખ રૂપિયા, ડેરી વિકાસના 14 કામો માટે 17.14 લાખ રૂપિયા, મત્સ્યોદ્યોગના 7 કામો માટે 10.58 લાખ રૂપિયા, વન નિર્માણના 7 કામો માટે 7.41 લાખ રૂપિયા, સહકારના 7 કામો માટે 7.40 લાખ રૂપિયા, ગ્રામ વિકાસના 75 કામો માટે 211.68 લાખ રૂપિયા, નાની સિંચાઇના 61 કામો માટે 565.33 લાખ રૂપિયા, વિસ્તાર વિકાસના 14 કામો માટે 54 લાખ રૂપિયા, વિજળી શક્તિના 21 કામો માટે 95.47 લાખ રૂપિયા, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગના 84 કામો માટે 153.68 લાખ રૂપિયા, માર્ગ અને પૂલના 111 કામો 338.69 લાખ રૂપિયા, નાગરિક પૂરવઠાના 7 કામો માટે 4.13 લાખ રૂપિયા, સામાન્ય શિક્ષણ માટેના 96 કામો માટે 386.16 લાખ રૂપિયા, તાંત્રિક શિક્ષણના 84 કામો માટે 21.48 લાખ રૂપિયા, જાહેર આરોગ્ય અને તબીબીના 84 કામો માટે 320.78 લાખ રૂપિયા, પાણી પૂરવઠો અને મૂડી ખર્ચ માટેના 83 કામો માટે 783.22 લાખ રૂપિયા, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના કલ્યાણના 54 કામો માટે 190.51 લાખ રૂપિયા, શ્રમ અને રોજગારના 84 કામો માટે 47.10 લાખ રૂપિયા, પોષણના 26 કામો માટે 174.17 લાખ રૂપિયા, મધ્યાહન ભોજન યોજનાના 35 કામો માટે 187.50 લાખ રૂપિયા અને વલસાડ છૂટા છવાયા વિસ્તાર 4 ટકાના 14 કામો માચે 35.95 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.