વલસાડ: જિલ્લાના રાબડા ગામે રહેતી એક ગર્ભવતી માહિલાને પ્રસવ પીડા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી પરંતુ માર્ગમાં પ્રસવ પીડા થતા ચણવાઇ નજીકમાં 108 એમ્બ્યુલન્સના ચાલક વિપુલ પટેલ અને EM પ્રિયંકા હસમુખ પટેલે મહિલાની સફળ નોર્મલ પ્રસુતિ કરવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત શિશુને જન્મ આપ્યો હતો.
વલસાડ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ માતા અને બાળક માટે બની 'સંજીવની' - વલસાડનાસમાચાર
વલસાડ જિલ્લામાં અંતરિયાળ ગામોમાં 108 એમ્બ્યુલન્સની સેવા સંજીવની સમાન બની રહી છે. અંતરિયાળ ગામના ડુંગરિયાળ વિસ્તારોમાં કોઈ મેડિકલ સેવા માટે દર્દીઓને જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે 108 એમ્બ્યુલન્સ આવા સમયે ખૂબ જ ઉપયોગી નીવડે છે. વલસાડ જિલ્લાના રાબડા ગામે રહેતી મહિલાને 108માં જ પ્રસુતિ થઈ અને બાળકને જન્મ આપ્યો છે.
etv bharat
માતા અને બાળક બંનેને હાલ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 108ના EMT કર્મચારીની સતર્કતાને કારણે બે જિંદગીને જીવનદાન મળ્યા છે.